શાક માર્કેટ પણ લોકડાઉનમાં જોડાઈ શહેરમાં કોરોનાના કેસ વધતા પ્રબુધ્ધ નાગરીકો અને તંત્રના સહયારા પ્રયાસોને સહકાર આપવા અપીલ
શહેરમાં છેલ્લા 15 દિવસ થયા કોરોનાના કેસની સાથે મૃત્યુનો આંક દિવસે ને દિવસે વધી રહેતા લોકો સતત ચિંતિત હતા આવા સમયે પ્રજાના અવાજને વાચા આપવા અબતક દૈનિક દ્વારા શહેરમાં લોક ડાઉન કેટલુ અનિવાર્ય વિશે અહેવાલ પ્રસિધ્ધ કરી નગરપાલીકા અને ચેમ્બરના આગેવાનો સુધી અવાજ પહોચાડવામાં સફળ થયેલ આજથી નવ દિવસ સુધી શહેરમાં શાક માર્કેટ સહિત ધંધા રોજગાર બંધમાં જોડાઈ સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવેલ આને તમામ વેપારીઓએ વધાવી લીધેલ હતુ.
છેલ્લા બે દિવસ થયા ‘અબતક’ સાંધ્ય દૈનિકના બ્યુરો ચીફ દ્વારા શહેરનાં નામાંકિત વેપારીઓ શિક્ષણ વિદો ડોકટરો, ઉદ્યોગપતિઓના કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકડાઉન કેટલુ ઉપયોગી રૂબરૂ તેમજ ટેલીફોનીક સંપર્ક કરતા પ્રજાના સ્વચ્છતાના પ્રશ્ર્નને પ્રાધાન્ય આપી શહેરમાં લોકડાઉન કરવું જોઈએ એવો સૂર ઉઠયો હતો.
ગઈકાલે સાંજે સરકીટ હાઉસ ખાતે નગરપાલીકાના પ્રમુખ મયુરભાઈ સુવા ચેમ્બરના પ્રમુખ વિનુભાઈ ઘેરવડની આગેવાનીમાં મીટીંગ યોજાઈ હતી. તેમાં સર્વ વેપારીઓ પ્રબુધ્ધ નાગરીકો અને પત્રકારોએ પણ લોક ડાઉનની તરફેણ કરતા પાલીકા પ્રમુખ મયૂર સુવાએ પણ લોકોના જીવ બચાવવા અને કોરોનાની ચેઈન તોડવા શહેરીજનો માટે લોકડાઉન એક જ ઉપાય હોવાનું જણાવતા તમામ લોકોએ સહમતી આપેલ આજથી નવ દિવસનું તા.24થી તા. 2 સુધી સંપૂર્ણ લોકડાઉન શહેરમાં રાખવાનો નિર્ણય કરેલ આ લોકડાઉનમાં શાક માર્કેટ પણ નવ દિવસ સંપૂર્ણ લોકડાઉનમાં જોડાયેલ છે. ગઈકાલની મીટીંગમાં નગરપાલીકાના પ્રમુખ મયુરભાઈ સુવા, ચેમ્બરના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા, મામલતદાર મહાવદીયા, ઉપપ્રમુખ હારૂન ભાઈ માલવીયા પુર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડીયા, નગરશેઠ અમિતભાઈ શેઠ, કાપડ એશો.ના રમણીકભાઈ ગજેરા, નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભાવેશભાઈ સુવા, કરીયાણા એશો. પ્રમુખ જયેશભાઈ લાટીક એશો.ના પ્રમુખ રવિભાઈ માકડીયા, સોના ચાંદી એશો.ના દેવેનભાઈ ધોળકીયા, હોટલ એશો.ના હિતેશભાઈ ડેડાણીયા સમસ્ત મેમણ જમાતના પ્રમુખ હનીફભાઈ , શિક્ષણ સમિતિના સભ્ય વિક્રમતસિંહ સોલંકી નગર સેવક જીજ્ઞેશ વ્યાસ સહિત આગેવાનો હાજર રહેલા હતા.
લોકડાઉનના નિર્ણયને આવકારતા ભરત રાણપરીયા
ગામમાં લોકડાઉન થાય તે માટે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપીયાની સતત માંગણી હતી ગઈકાલે નવ દિવસ માટે લેવાયેલ લોકડાઉનના નિર્ણયને આવકાર્યો હતો. સાથે સાથે લોકડાઉનના નિર્ણયમાં મહત્વનાગ લેનાર પાલિકા પ્રમુખ મયુરભાઈ સુવા, નગરશેઠ અમતિભાઈ શેઠ, નલુભાઈ ગોધીયાનો જાહેર આભાર માનેલ હતો.