આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોના ઓફિસ ઓફ પ્રોફિટ મામલે શુક્રવારે ચૂંટણી આયોગ (EC)એ રાષ્ટ્રપતિને ભલામણ મોકલી છે. જોકે ઈલેક્શન કમિશને એવુ નથી જણાવ્યું કે શાની ભલામણ મોકલી છે. સભ્યપદ રદ કરવાના રિપોર્ટમાં ECએ કહ્યું છે કે, ભલામણ હજુ વિચારઆધીન છે. અમે રાષ્ટ્રપતિને શું ભલામણ મોકલી છે તે વિશે હાલ કોઈ ખુલાસો કરવામાં આવશે નહીં.
રિપોર્ટમ મુજબ, ECએ રાષ્ટ્રપતિને આ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની ભલામણ કરી છે. ECએ 21 ધારાસભ્યોને નોટિસ ઇશ્યૂ કરી હતી. એક ધારાસભ્ય જરનૈલ સિંહે પંજાબથી ચૂંટણી લડવા માટે દિલ્હી વિધાનસભાથી રાજીનામું આપી દીધું હતું. આ કારણે કેસ 20 ધારાસભ્યો વિરુદ્ધ હતો. મહત્વપૂર્ણ છે કે, અરવિંદ કેજરીવાલે આ ધારાસભ્યોને સંસદીય સચિવ તરીકે નિમણૂક કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે પણ 8 ડિસેમ્બર 2016ના રોજ 21 ધારાસભ્યોની સંસદીય સચિવ તરીકેની નિમણૂકને રદ કરી દીધી હતી.