રામાયણમાં રાવણને 2 ભાઈઓ હતા વિભીશણ અને કુંભકર્ણ. તેમાં આપણે કુંભકર્ણના પાત્ર વિશે તો જાણીએ જ છીએ. તેને કેટલી મહામહેનતે ઉઠાડવામાં આવતો છતાં તે ઉઠવાનું નામ લેતો નહીં. શું આવા કુંભકર્ણ રિયલ લાઈફમાં પણ હોય શકે ?? હવે રાજ્સ્થાનમાં કળીયુગના કુંભકર્ણનો મળી આવ્યો છે. કોઈ પણ સામાન્ય માણસ થાક દૂર કરવા માટે દરરોજ 7 થી 8 કલાક કરતાં હોય છે, આટલી ઉંઘ ફ્રેશ થવા માટે જરુરી છે પરંતુ રાજસ્થાનનો એક યુવક વર્ષના 365 દિવસોમાથી 300 દિવસ સૂઈ રહે છે.
આ ઘટના રાજસ્થાનના નાગોર જિલ્લામાં રહેતા 42 વર્ષના પુરખા રામ વર્ષમાં 300 દિવસ સુઈ રહે છે. તેને કોઈ બીમારી છે તેવું ડોક્ટરોએ જણાવ્યુ છે. આ બીમારના કારણે એક વખત પુરખારામ સુઈ જાય તે પછી કેટલાય દિવસો સુધી ઊઠતો નથી. પરિવારજનોએ તેમને જગાડવા માટે ભારે મહેનત કરવી પડે છે. શરૂઆતમાં તો પુરખારામ 5થી 7 દિવસ સુધી ઊંઘતો હતો એક વાર તે સૂઈ જાય એટલે તેને ઉઠાડવામાં ખૂબ જ મુશ્કેલી થતી હતી. ધીરે-ધીરે પુરખારામનો ઊંઘવાનો સમય વધતો ગયો ક્યારેક ક્યારેક તો તે 25 દિવસ સુધી ઊઠતો નથી.
જ્યારે પુરખારામ વધુ પડતી જ ઊંઘ કરવા લાગ્યો ત્યારે પરિવારજનો તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, આ એક્સિસ હાયપરસોમ્નિયા (Axis hypersomnia)નો કેસ છે. બહુ ઓછા લોકોમાં આ બીમારી જોવા મળે છે. આ સાઈકોલોજિકલ બીમારી છે. આ બીમારીમાં લોકો ઊંઘ જ કરે છે.
પુરખારામના પરિવારજનો તેને ઊંઘમાં જ જમાડે છે. હજુ સુધી પુરખારામની આ ઊંઘવાની બીમારીનો કોઈ ઉકેલ મળ્યો નથી! પુરખારામ એકવખત ઊંઘી જાય ત્યારપછી તેના માટે ઉઠવાનું ભારે પડી જાય છે. પુરખારામનું જમવાનું અને ન્હાવાનું પણ ઊંઘમાં જ થાય છે.