આમ તો ટમેટા બધાને જ પસંદ હોય છે. બધા જ પોતાના ભોજનમાં ટમેટાનો ઉપયોગ કરતા હોય છે. ટમેટા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. લોકો તેને ભોજન બનાવામાં ઉપયોગમાં લે છે. એક શોધ પ્રમાણે ટમેટા સ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદેમંદ છે. ટમેટાના સેવનથી કેન્સર જેવી ભયાનક બીમારીથી બચી શકાય છે.
એક અઠવાડિયામાં ઓછામાં ઓછા ૧૦ ટમેટા ખાવાથી ૪૫% કેન્સર થવાની સંભાવના ઘટી જાય છે. ટમેટામાં વિટામીન એ, સી, કે ફોલેટ થવાની પોટેશીયમ જેવા સ્ત્રોત હોય છે. ટમેટામાં સંતૃપ્ત વસા કોલેસ્ટ્રોલ, કેલોરી અને સોડિયમ સ્વાભાવીક‚પથી ઓછુ હોય છે. ટમેટામાં થીયામીન, નીવાસીન, વિટામીન મેગ્નેશીયમ, ફોસ્ફોરસ અને તાંબા જેવા ગુણો હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણા જ લાભદાયી છે.
એનીમીયા રોગથી પીડાતા લોકોએ ટમેટાનો રસ પીવાથી તે દુર થાય છે. ટમેટામાં વિટામીન અને કેલ્શીયમ બંને હોય છે જે હાડકાને મજબુત બનાવે છે.