ઘણા ફળો વર્ષમાં માત્ર થોડા મહિનાઓ માટે જ બજારમાં આવે છે અને તે પછી તેમની સીઝન પૂરી થઈ જાય છે. આ ફળોને ફરીથી ચાખવા માટે લોકોએ એક વર્ષ સુધી રાહ જોવી પડે છે. આવું જ એક વરસાદી ફળ છે નાશપતી, જેને અંગ્રેજીમાં પિઅર કહેવાય છે. આ ફળ સ્વાદિષ્ટ તો છે જ, પણ તેમાં ઘણા શક્તિશાળી પોષક તત્વો પણ રહેલાં છે. જે શરીરને અસંખ્ય ફાયદાઓ આપે છે.
નાશપતીમાં વિટામિન C નો સારો સ્ત્રોત છે. જે એક મહત્વપૂર્ણ એન્ટીઑકિસડન્ટ છે. તેમાં વિટામિન K અને વિટામિન B6 પણ હોય છે. જે તમારા શરીરના હાડકાના સ્વાસ્થ્ય અને નર્વસ સિસ્ટમ માટે જરૂરી છે. આ ફળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા મિનરલ્સ પણ હોય છે. તેમજ ડાયેટરી ફાઈબર સારી માત્રામાં હોય છે. આ સિવાય આ ફળમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ, ફ્લેવોનોઈડ્સ અને કેરોટીનોઈડ્સ હોય છે. જે શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે.
જાણો નાશપતી ખાવાના 5 મોટા ફાયદા
પાચનતંત્ર સુધારે છે
નાશપતી ફાઈબરથી ભરપૂર હોય છે. જે પાચન તંત્રને સુધારી શકે છે. તેમજ કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. નાસપતી ખાવાથી આંતરડાની ગતિમાં સુધારો થઈ શકે છે. તેમજ આ ફળ કુદરતી ખાંડ અને આવશ્યક ખનિજો ધરાવે છે. જે તાત્કાલિક એનર્જી આપે છે. સાથોસાથ આ ફળનું સેવન કરવાથી શારીરિક અને માનસિક થાક પણ દૂર થાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. નાશપતીમાં વિટામિન C સારી માત્રામાં જોવા મળે છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને શક્તિશાળી બનાવવામાં મદદ કરે છે. તેમજ આ ફળનું સેવન કરવાથી વરસાદની ઋતુમાં વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચવામાં મદદ મળે છે. શરદી-ખાંસી અને વાયરલ તાવથી બચવા માટે નાશપતી ખાવાથી રાહત મળે છે.
હ્રદય રોગનું જોખમ ઘટાડે છે
નાશપતીમાં પોટેશિયમ અને ફાઈબર હોય છે. જે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવામા મદદ કરે છે. આ હૃદયની તંદુરસ્તીને મજબૂત બનાવે છે. નાશપતીનું નિયમિત સેવન હૃદય રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. તેમજ આ ફળમાં રહેલાં વિટામીન B6 અને ફોલિક એસિડ માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ છે અને તણાવથી રાહત આપે છે.
શુગરના દર્દીઓ માટે ફાયદા
નાશપતીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જે બ્લડ સુગર લેવલની અસર ઘટાડે છે. તેને ખાવાથી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. તેમાં વિટામીન K અને કોપર હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં અને હાડકાં સંબંધિત રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક
નાશપતી એ ઓછી કેલરીવાળું ફળ છે અને તેમાં ફાઈબર વધુ માત્રામાં હોય છે. જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. નાસપતીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી ત્વચાને ચમકદાર બનાવે છે અને તમારી ત્વચાને યુવાન બનાવે છે. તેમજ ત્વચાને હાઇડ્રેટેડ અને તાજગીથી ભરેલી રાખે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.