- ચોમાસામાં જંતુઓનો ઉપદ્રવ વધુ જોવા મળે છે:વરસાદની ઋતુમાં પાણીજન્ય રોગોનું જોખમ વધારે
- વરસાદની ઋતુમાં ખતરો અનેકગણો વધી જાય છે કારણ કે વરસાદનું પાણી અને ભેજ બેક્ટેરિયા માટે અનુકૂળ હોય છે.
આવી સ્થિતિમાં, રોગો સામે લડવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં સૌથી મોટી ભૂમિકા આપણી જીવનશૈલી અને ખાનપાનની આદતોની છે. તેથી, વરસાદની ઋતુમાં આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.
એવી ઘણી શાકભાજી છે જે વરસાદની સિઝનમાં તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. વાસ્તવમાં, શાકભાજીમાં ભેજને કારણે, બેક્ટેરિયા અને પરોપજીવી સરળતાથી વિકાસ કરી શકે છે. તેથી, વરસાદની ઋતુમાં શાકભાજી પસંદ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. વરસાદની ઋતુમાં ચેપી રોગોનું જોખમ વધારે હોય છે, કારણ કે વાતાવરણમાં તાપમાન અને ભેજ ઘટવાને કારણે ચયાપચય ધીમું પડી જાય છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર પડે છે. આ સિઝનમાં માત્ર ઋતુજન્ય શાકભાજી જ ખાવા જોઈએ કારણ કે તે ઋતુ પ્રમાણે શરીર માટે યોગ્ય હોય છે.
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ખાવા જોઈએ
વરસાદની ઋતુમાં પાણીજન્ય રોગોનું જોખમ વધારે હોય છે. તેથી એન્ટીઓક્સીડેન્ટ, મિનરલ્સ, વિટામીન અને ફાઈબરથી ભરપૂર શાકભાજી તમારા આહારમાં સામેલ કરવા જોઈએ. આ માટે તમે તમારા આહારમાં કારેલા અને પરવળ જેવા શાકભાજીનો સમાવેશ કરી શકો છો, કારણ કે કારેલામાં હાજર વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, પાચન તંત્રને સુધારીને, તે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી પણ રાહત આપે છે. પરવળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે, તે બેક્ટેરિયલ ચેપથી પણ રક્ષણ આપે છે.
વરસાદની ઋતુમાં શાકભાજીબનાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી
કાચા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં બેક્ટેરિયા હોઈ શકે છે. કાકડીનું સલાડ પણ ન ખાવું જોઈએ કારણ કે તેમાં બેક્ટેરિયા હોઈ શકે છે જે નરી આંખે દેખાતા નથી. રાંધતા પહેલા, શાકભાજીને ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને 10-15 મિનિટ માટે પલાળી રાખો. તેનાથી શાકભાજીમાં રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જશે. આ પછી, તેને ફરી એકવાર સ્વચ્છ પાણીથી ધોઈ લો અને રાંધો. ફૂગના જોખમને ટાળવા માટે, શાકભાજીને સ્વચ્છ અને સૂકી જગ્યાએ સંગ્રહિત કરો.છરીઓ, કટિંગ બોર્ડ અને અન્ય વાસણોને યોગ્ય રીતે સાફ કરો. તે પછી જ તેનો રસોઈમાં ઉપયોગ કરો
ચોમાસામાં કંદમૂળ ખાવા હિતાવહ
મૂળા, ગાજર અથવા સલગમ જેવી શાકભાજી મૂળમાં ઉગાડવામાં આવે છે. તેથી, તેમને જમીનમાં રહેલા બેક્ટેરિયાથી દૂષિત થવાનું જોખમ રહેલું છે. વરસાદની ઋતુમાં આ ખતરો અનેકગણો વધી જાય છે કારણ કે વરસાદથી જમીનમાં ભેજ વધે છે. વરસાદમાં બેક્ટેરિયા વધુ વધે છે, જેનાથી ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈન( પેટના આંતરડામાં થતું કેન્સર)ની સમસ્યા થઈ શકે છે. તેના લક્ષણો ઝાડા, ઉલટી અને પેટમાં દુ:ખાવાના સ્વરૂપમાં દેખાય છે.
વરસાદની ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ
જો કે લીલા પાંદડાવાળા શાકભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે શરીરને ફિટ રાખવા માટે જરૂરી પોષણ આપે છે. પરંતુ વરસાદની ઋતુમાં તેને ટાળવું વધુ સારું છે. ખરેખર, આ ઋતુમાં જંતુઓ અને બેક્ટેરિયાની પ્રજનન ક્ષમતા વધે છે. તેમજ વરસાદને કારણે પાંદડાવાળા શાકભાજીને ઘણા દિવસો સુધી સૂર્યપ્રકાશ જોવા મળતો નથી. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીને લીધે, બેક્ટેરિયા પાંદડા પર વધતા નથી. પરંતુ વરસાદની ઋતુ દરમિયાન, સૂર્યપ્રકાશ અને હવામાં ભેજ ન હોવાને કારણે, પાંદડાને બેક્ટેરિયા દ્વારા ચેપ લાગવાની સંભાવના વધારે છે. આ બેક્ટેરિયા એટલા નાના હોય છે કે તે આંખોને દેખાતા નથી. આવી સ્થિતિમાં, જો પાંદડાવાળા શાકભાજીને યોગ્ય રીતે ધોવામાં ન આવે તો, ચેપી રોગો થવાનું જોખમ વધી જાય છે.રીંગણ એ રાસાયણિક સંયોજનોનો સમૂહ છે, જેને આલ્કલોઇડ્સ કહેવામાં આવે છે. આ ઝેરી રસાયણો છે, જે રીંગણ જેવા તમામ શાકભાજી પોતાને જંતુઓ અને જીવાતોથી બચાવવા માટે વિકસાવે છે. ચોમાસાની ઋતુમાં જંતુઓનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં રીંગણમાં ફૂગ થવાનું જોખમ રહેલું છે. આ ઋતુમાં રીંગણનું સેવન કરવાથી ત્વચાની એલર્જી થઈ શકે છે. તેનો અર્થ એ કે ત્વચા પર શિળસ, ખંજવાળ અથવા ફોલ્લીઓ હોઈ શકે છે.