• દેવું કરીને ઘી પીવું પણ કેટલું પીવું ?

આપણા આયુર્વેદ શાસ્ત્રમાં પણ ઘીના ઘણા ફાયદા જોવા મળે છે, તે એકાગ્રતા, ધ્યાન અને નિર્ણય લેવાની કુશળતા વધારે છે : તેમાં આવશ્યક ફેટી એસિડ હોવાથી માનસિક સ્વાસ્થ્ય અને મૂડ સારો રહે છે

બહુ ઔષધી ઘી ગુણકારી હોવાથી શરીરની સંપત્તિ વધારવા પણ તે પીવું જરૂરી: તેને ‘લિક્વિડ ગોલ્ડ’ પણ કહેવાય છે: ગાયનું દેશી ઘી ખાવાથી સ્નાયુઓ, હાડકાઓ મજબૂત થવાની સાથે પાચનતંત્ર પણ સરળ રહે છે: ઘી માત્ર સ્વાસ્થ્ય વર્ધક જ નહી પરંતુ સૌદર્ય વર્ધક પણ છે

હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમાં ઘીનું અનેરૂ મહાત્મય કહેવામાં આવ્યું છે. પૌરાણિક સમયમાં ઘીનું મહત્વ એટલું બધુ હતુ કે ભગવાન શ્રી કૃષ્ણને પણ માખણ ચોર કહેવામાં તેના ભકતો છોછ અનુભવતા નથી. આરોગ્ય શાસ્ત્રોમાં ગાયના દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. આવા દુધનું અર્ક એવા ઘીમાં શરીર સ્વાસ્થ્ય માટે અનેક ગુણકારી તત્વો રહેલા છે. જેથી હિન્દુ ધર્મની વિવિધ ધાર્મિક પ્રક્રિયાઓ જેવી કે પંચામૃત હવન વગેરેમાં પણ ઘીનો ઉપયોગ કરીને તેનું મહત્વ કહેવામાં આવ્યું છે. હવનમાં શુધ્ધ ઘીનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં રહેલા બેકટેરીયા સહિતના સુક્ષ્મ જીવોને નાશ થવાથી વાતાવરણનું શુધ્ધિકરણ થાય છે. ગાયના દુધ-ઘી વગેરેમાં રહેલા આવા અનેક ગુણકારી તત્વોને લઈને એક સમયે દુધને વલોવીને માખણ તારવ્યા બાદ વધતી છાસને વેચવી પાપ ગણાતુ હતુ, હાલમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં માલધારીઓ છાસ મફતમાં વિતરણ કરે છે.

હિન્દુ પૌરાણીક ગ્રંથોમાં પાંચમો વેદ ગણાતા આયુર્વેદમાં ગાયના દુધ, ઘી સહિતની ચીજ વસ્તુઓનાં અનેક લાભો ગણાવવામાં આવ્યા છે. જેથી ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનાં વાસ હોવાનું ગણાવીને તાર્કીક રીતે હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવાનું મહાત્યમ કહેવામાં આવ્યું છે. ગાયના ઘીમાંથી થતા દીવામાંથી નીકળતી કાળી મેસ પણ ગુણકારી મનાતી હોય અનેક લોકો આ મેસને આંખોમાં આંજણ તરીકે આંજે છે. ગાયના ઘીમાંથી બનેલા આ આંજણથી આંખની દ્રષ્ટિ વધતી હોવાનો આયુર્વેદાચાર્યો દાવો કરતા રહે છે. શરીરના તમામ ભાગો માટે ગાયનું ઘી આરોગ્ય વર્ધક મનાતુ હોય તેનો લીકવીડ ગોલ્ડ એટલે કે સુવર્ણ પ્રવાહી માનવામાં આવે છે. નિયમિત ચોકકસ માત્રામાં ઘીનું સેવન કરવાથી શરીરમાં અનેક લાભાલાભો, થાય છે.

દેશી ઘી શરીર માટે ઘણું લાભદાયી છે, પરંતુ ઘણા લોકો તેની સરખામણી તેલ, માખણ આદિ ચરબીયુક્ત પદાર્થો સાથે કરે છે અને તેનાથી દૂર રહે છે, જે યોગ્ય નથી. આયુર્વેદાચાર્યોની સાથે અનેક સેલિબ્રિટી ડાયેટિશિયન પણ અનેક વાર ઘી ખાવાના ફાયદા જણાવી ચૂક્યા છે. ઘી સમગ્ર શરીર માટે જરૂરી છે. તે હાડકાં, વાળ, ત્વચાની સાથે સાથે પાચનને પણ સુચારુ બનાવે છે. ગાયનું ઘી તો સર્વોત્તમ માનવામાં આવ્યું છે. ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. ઘીમાં અનેક વિટામિન્સ રહેલા છે, જેવા કે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ વગેરે. એટલે ઘીનો ખોરાકમાં નિયમિતપણે ઉપયોગ કરવાથી વિટામિન સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર પડતી નથી. ઘીમાં વિટામિન- ઊં રહેલું છે. હાડકાંઓને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળતું રહે તે માટે શરીરમાં વિટામિન ઊં હોવું જરૂરી છે. જો તમે વજન ઉતારવા માંગતા હો તો ઘી નહીં, તેલ છોડો. દેશી ઘી અને તેમાં યે ખાસ કરીને ગાયનું ઘી ખાવાથી ચરબી નથી વધતી, ઊલટું તે શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલને ઓછું કરીને સારા કોલેસ્ટેરોલને વધારે છે.

ઘીમાં ઓમેગા- 6 ફેટી એસિડ રહેલ છે, જે પાચનને સરળ બનાવે છે. ઘી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો તમને વારંવાર શરદી -ખાંસી થઈ જતા હોય, શરીરમાં નબળાઈ અને થાક વર્તાતા હોય તો રોજ ખોરાકમાં બે ચમચી જેટલું દેશી ઘી સામેલ કરી શકાય છે. ઘી ખાવાથી સાંધાઓ મોટી ઉંમર સુધી સારા રહે છે અને સાંધાનો ઘસારો ઓછો થાય છે. જો તમારે લાંબા, ચમકતા, સ્વસ્થ વાળ માટે  ઘીનું સેવન કરવાની વાળ તો સ્વસ્થ બનશે જ, સાથે સાથે ખોડાની સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે. જેમ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે તે જ રીતે ઘીનું પણ અમુક માત્રાથી વધુ સેવન સમસ્યા ઉભી કરશે. ઘી પચવામાં જરૂર સરળ છે, પણ ઘીનું મોણ નાખેલી પૂરીઓ કે ઘીમાં તળેલાં પરોઠાં નહીં, ઘી ફક્ત તંદુરસ્તી માટે જ લાભદાયી છે એવું નથી. તે સૌંદર્યવર્ધક પણ છે.

હોઠ ફાટી જતા હોય કે ખૂબ શુષ્ક રહેતા હોય તો રાત્રે હોઠ ઉપર ઘી લગાવો. તે જ રીતે નાભિમાં પણ બે ટીપાં ઘી લગાવો. હોઠ સુકોમળ બનશે. આંખો નીચે ડાર્ક સર્કલ થઈ ગયા હોય તો ચપટી હળદરમાં બે ટીપાં જેટલું ઘી ભેળવી, ડાર્ક સર્કલ પર લગાવો. દસ મિનિટ પછી ચહેરો હૂંફાળા પાણીથી ધોઈ નાંખો ઘી ત્વચા માટે પણ ખૂબ લાભદાયી છે.  ત્વચા ખૂબ ડ્રાય રહેતી હોય કે રફ થઈ ગઈ હોય તો સપ્તાહમાં એક વાર ન્હાતા પેહેલાં શરીર પર, ચહેરા પર ઘીથી માલિશ કરો. આમ કરવાથી તમારી ત્વચા રેશમ જેવી મુલાયમ અને સોફ્ટ બની જશે.

ઘી એ સૌથી પવિત્ર અને આધ્યાતમીક અને શારીરીક રૂપ થી સ્વાસ્થય માટે લાભ દાયક પદાર્થ ના રૂપ મા જાણીતુ છે. આયુર્વેદ મા ગાય ના ઘી ને અમ્રુત સમાન ગણવા મા આવ્યુ છે. ઘી પીત્ત અને વાત્ત ને શાંત કરે છે. એટલા માટે આ વાત્ત પીત્ત પ્રકાર ની સાથે સાથે વાત્ત અને પીત્ત અસંતુલીત વિકારો થી પીડીત વ્યક્તી માટે પણ એક આદર્શ છે. સારા પાચન એ સારા સ્વાસ્થય ની નિશાની છે. ઘી પેટ ની પરત ને ઠીક કરે છે અને પાચન ને સ્વસ્થ બનાવે છે. ઘી બ્યુટીરીક એસીડ અને ફેટી એસીડ થી સમૃદ્ધ હોવા ને કારણે એ આંતરડા ની કોશીકા ઓને પોષણ આપે છે.  અને અપરીવર્તીત ખાધ કણો ના રીસાવ ને ઓછુ કરે છે. એ સીવાય નિયમીત રૂપ થી એવા લોકો ના આહાર ના રૂપ મા ઘી લેવાની સલાહ આપવા મા આવે છે જે લોકો વજન વધારવા માંગતા હોય. ઘી શારીરીક દુબળા અને સુખી ત્વચા વાળા લોકો માટે શ્રેષ્ઠ મનાય છે.

સોજાને આવ્યો હોય, શરદી ના મોસમમા આ ઘી એવુ લાભદાયક છે. જે લોકોની સુશ્ક ત્વચા અને સમગ્ર સુખાપણા થી પીડીત હોય તેને ઘી ની સાથે દુધ નો ઉપયોગ પણ સુખાપણા થી રાહત દેવા મા મદદ કરે છે. ઘી એક ઉત્ક્રુષ્ટ મોઈસ્ચરાઈઝર છે જે પુરા શરીર ની માલીશ કરવા મા ઉપયોગ કરવામા આવે છે.  ઘી નુ સેવન તાવ પછી ઉતેજના થી રાહત માટે મદદ કરે છે. પણ એ વાત નુ ખાસ ધ્યાન રાખો કે એ વ્યક્તી ને તાવ હોય તેવા વ્યક્તી ને ધી નથી આપવા મા આવતું  પરંતુ, તાવ ને પુરી રીતે ઠીક થઈ ગયા પછી તાકાત અને પ્રતીરક્ષા પ્રણાલી ને બહેતર બનાવા માટે આનો ઉપયોગ કરવામા આવે છે. નેત્ર વિકારો માટે ઘી એક તર્પણા નામક પ્રક્રીયા માટે પ્રયોગ કરવા મા આવે છે. અહી લોટ ના પેસ્ટના મિશ્રણ ને  આંખ ની ચારો તરફ લગાવા મા આવે છે. અને આને હર્બલ ઘી થી ભરવા મા આવે છે. આમા વ્યક્તી ને આંખ ખોલવા અને બંધ કરવા નુ કહેવામા આવે છે. આયુર્વેદ મા એમ કહેવા મા આવ્યુ છે કે આ પ્રક્રીયા નેત્ર શક્તી ને મજબુત કરે છે અને આમા સુધાર લઈ આવે છે. ત્રીફલા અને મધ સાથે ઘી નેત્ર સ્વાસ્થયમા સુધાર માટે એક ઉપાય ના રૂપમા કહેવામા આવે છે. ઘી મા બ્યુટીરીક એસીડ અને લાભકારી શોર્ટચેન ફેટી એસીડ હોય છે. જેની શરીરમા રોગ આમે લડવા માટે જરૂર હોય છે. બ્યુરીટિક એસીડ શરીર ના અમુક ભાગમા સોજાને ઓછો કરી શકે છે. કોલાઈટીસ થી પીડીત વ્યક્તી ભોજનમા ઘી નો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર દુખાવા વાળા સાંધા મા ઘી નુ માલીશ કરવા થી રાહત થાય છે. તેલ કે ધી દ્વારા ગળા ને સાફ કરવા તલ ના તેલની જ્ગ્યાએ ગાયના ઘીનો ઉપયોગ કરી શકાય છે. જે અલ્સર ને ઠીક કરવા અને જલન થી રાહત કરવા માટે વિશેષ રુપ થી ઉપયોગી છે. આ પીત અસંતુલન મોખીક વિકારો મા પણ પ્રભાવી છે. જાત્યાદી ધ્રુત જે એક પ્રકાર નુ હર્બલ ધી છે. બહારના ધાવો ના ઈલાજ માટે પ્રયોગ કરવા મા આવે છે. અડધો કપ ઘી, એક ચમચી હળદર પાઉડર અને બે ચમચી લીમડા સાથે એક પેસ્ટ બનાવો. આ પેસ્ટ ને ધાવ ના ઉપચાર માટે ઉપયોગ કરવા મા આવે છે.આ સીવાય ગાય ના ધી ના ફાયદા મગજ ને શાંત રાખવા માટે જલન, ઉત્ત્તેજના ને શાંત કરવા માટે, રોગ પ્રતીરોધક ક્ષમતા વધારવા માટે, કેંન્સર ની રોકથામ માટે વગેરે સમસ્યા ના ઈલાજ માટે ઉપયોગી છે.

તે સ્ત્રીઓમાં હોર્મોન્સને બેલેન્સ કરે છે

એક ચમચી એટલે કે 14 ગ્રામ ઘીમાં 13 ગ્રામ ચરબી, 8 ગ્રામ સંતૃપ્ત ચરબી, 4 ગ્રામ મોન્યુસેચ્યુરેટેડ ચરબી, 0.5 ગ્રામ બહુ સંતૃપ્ત ચરબી, 112 કેલેરી રહેલી છે. નિયમિત જરૂરિયાતના વિટામીન અ ના 12 ટકા, વિટામીન ઊ ના બે ટકા અને વિટામીન ઊં નુ એક ટકા પ્રમાણ રહેલ છે. તે સ્ત્રીઓમાં હોર્મોન્સને બેલેન્સ કરે છે. પેટની બળતરા ઘટાડવા માટે અને વજન ઘટાડવા માટે પણ ઘીનું સેવન ઉપયોગી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.