વધારે પડતું પનીર ખાવું પણ બની શકે છે હાનિકારક
પનીર, દૂધ, માખણ, માંસ અને ચોકલેટ ખાવાની જો તમને વધારે પસંદ છે, તો સાવધાન થઇ જાવ. એક નવા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આ રીતનું સેચરેટેડ ફેટ એસિડ વાળા પદર્થો વધારે સેવન કરવાી હૃદય રોગ વાની શક્યતા વધી જાય છે. રિસર્ચ અનુસાર આ પદર્થોની જગ્યાએ અનાજ, કાર્બોહાઇડ્રેટ અવા પ્રોટીન લેવું જોઇએ.સૂત્રોનું કહેવું છે કે બેલેન્સ ડાઇટની ભલામણોમાં સેચરેટેડ ફેટને અનસેચરેટેડ ફેટ અવા અનાજ સાથે બદલવાની વાત થવી જોઇએ. આ હૃદય સંબંધિત રોગોને રોકવા માટે અસરકારક પગલું હશે.શું હોય છે સેચરેટેડ ફેટ?
કોઇ પણ ફેટ જે રૂમના તાપમાન પર પણ જમા રહે છે, એ સેચરેટેડ ફેટ હોય છે.અનસેચરેટેડ ફેટ
અનસેચરેટેડ ફેટ રૂમના તાપમાનમાં તરલ રહે છે અને જો સંતુલિત પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે તો હાર્ટ માટે સારું રહે છે. સ્વસ્થ જીવન માટે આપણે જેટલી કેલરી લઇએ છીએ, તેનો ૨૫ ૩૫ ટકા અવા એનાથી ઓછો ભાગ ફેટનો હોવો જોઇએ. સેચરેટેડ ફેટ કુલ કેલરીના ૭ ટકા ઓછું હોવું જોઇએ.