Abtak Media Google News

વજન ઘટાડવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે, આ માટે ભારે વર્કઆઉટ અને કડક આહારનું પાલન કરવું પડે છે. હવે દરેક વ્યક્તિ માટે તેમના રોજિંદા કામમાંથી સમય કાઢીને જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો શક્ય નથી.

How to Lose Weight Safely and Keep It Off, According to Science

આ સિવાય ડાયટ ચાર્ટને અનુસરવું એટલું સરળ નથી, પરંતુ તમે કેટલીક ખાસ વસ્તુઓ ખાઈને તમારું વજન નિયંત્રિત કરી શકો છો. જો આપણે કેટલાક કાળા ફૂડ ખાવાનું શરૂ કરી દઈશું તો આપણે ઝડપથી વજન ઉતારી શકીશું.

આ કાળી વસ્તુઓનું સેવન કરો

કાળું લસણ

Benefits of Black Garlic and How to Use It | Gardener's Path

લસણ આપણા રોજિંદા આહારનો એક ભાગ બની ગયું છે, કારણ કે તેનો ઉપયોગ મોટાભાગની શાકભાજીને રાંધવામાં થાય છે, પરંતુ તમે ભાગ્યે જ કાળું લસણ ચાખ્યું હશે. તેની સારી વાત એ છે કે તેમાં સફેદ લસણની તુલનામાં બમણું વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ અને મેદસ્વીતાને ઘટાડે છે.

કાળા ચોખા

Black Rice Organic (Kalabati Rice) | Dharani Naturals

તમે સફેદ અને ભૂરા ચોખા તો ઘણી વાર ખાધા હશે, પણ શું તમે ક્યારેય કાળા ચોખા અજમાવ્યા છે? આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં એન્થોકયાનિન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. કાળા ચોખામાં રહેલા ફાઈબરની મદદથી માત્ર વજન જ ઓછું નથી થતું પરંતુ તે ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડી શકે છે.

બ્લેક ટી

Black Tea Help for Weight Loss - Health Benefits of Tea

દૂધ અને ખાંડમાંથી બનેલી સામાન્ય ચાની ઘણી બધી આડઅસર હોય છે, તેના બદલે તમારે બ્લેક ટીનું સેવન કરવું જોઈએ જેમાં તેમાં રહેલા પોલિફીનોલ્સ સેલ ડેમેજ ઘટાડે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને મેદસ્વીતાને નિયંત્રિત કરે છે.

બ્લેકબેરી

4 Blackberry Benefits for Skin: A Comprehensive Guide by Healthy Maste

બ્લેકબેરીમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના કાળા રંગના ફળથી વધતું વજન તો ઓછુ કરી જ શકાય. આ સિવાય સોજામાં પણ રાહત મળી શકે છે. તે ત્વચાને પણ સુંદર બનાવે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.