કેટલીક શાકભાજી ઘણા રોગોને ઓછું કરવામાં સહાયક હોય છે. બીંસ એક એવી જ શાક છે.જાણો બીંસ થી થતા ફાયદા

તમે વજન ઓછુ કરવાની કોશિશમાં લાગેલા છો તો તમારી ડાયેટમાં ભરપૂર માત્રામાં બીંસ શામેલ કરો. બીંસમાં બધા જરૂરી પૉષક તત્વ હોય છે. પણ વધારે કેલોરી નહી હોય.

બીંસમાં મેગ્નીઝ પણ ભરપૂર માત્રામાં હોય છે.મેનોપૉજના સમયે થતી પરેશાનીથી બચવામાં પણ આ તમારી મદદ કરી શકે છે. સાથે જ આસ્ટિયોઆર્થરાઈટિસ અને આસ્ટિયોરોપોરેસિસની પરેશાનીને દૂર કરવામાં પણ આ મદદગાર સિદ્ધ થાય છે.

બીંસમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. બેજાન ત્વચા અને વધતી વયની નિશાનીને દૂર ભગાડવામાં બીંસ તમારી મદદ કરી શકે છે.

ગર્ભવતી મહિલાઓને બીંસ ખાવાની સલાહ અપાય છે. તેમાં રહેલ પૉષક તત્વ ગર્ભમાં પળી રહ્યા બાળકના દિલને સ્વસ્થ વિકાસમાં સહાયક હોય છે. વિભિન્ન શોધમાં આ પણ સિદ્ધ થયું છે કે બીંસ બાળકોને અસ્થમા જેવી રોગથી પણ બચાવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.