વર્તમાન સમયે દેશમાં હૃદયની બીમારીથી પીડાતા લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. નાની ઉંમરમાં જ હાર્ટ એટેક થવાના કિસ્સા વધુને વધુ સામે આવતા જાય છે. અત્યારની રહેણીકરણીમાં આવેલા મોટા બદલાવ અને દિનચર્યામાં બેદરકારી રાખવાથી અનેક લોકો હૃદયની બીમારીથી પીડાય છે. ત્યારે અખરોટ, સોયાબીન અને બદામ ખાવાથી હાર્ટની બીમારીનું જોખમ ઓછું થતું હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
અમેરિકાની કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પબ્લિશ રિસર્ચના જણાવ્યા મુજબ દરરોજ ડાયટમાં ઓમેગા-3 આઈકોસા-પેન્ટાનોઈક એસિડ અને અલ્ફા-લિનોલીક એસિડની માત્રાવાળા ફૂડ ખાવ છો તો હૃદયની બીમારીનું જોખમ ઘટી જાય છે. ઓમેગા-3 આઈકોસા-પેન્ટાનોઈક એસિડ અને અલ્ફા-લિનોલીક એસિડમાં એવી વિશેષતા છે જે હૃદયને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
હાર્ટને હેલ્ધી રાખવા માટે સાલ્મન માછલી, અળસી, અખરોટ, સોયાબીન અને બદામ ખાઈ શકો છો. અમેરિકામાં મોતનું સૌથી મોટું કારણ હાર્ટ અટેક છે. દર 40 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત હાર્ટ અટેકના કારણે થાય છે. 45 વર્ષથી વધુ વયના લોકોમાંથી પુરુષોમાં 36 ટકા અને 47 ટકા મહિલાઓએ એકવાર હાર્ટ અટેકનો સામનો કર્યો છે.