આજના સમયમાં લોકો ઘરના ખોરાકને મૂકીને બહારના જંક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે. જે આપણાં સ્વાસ્થય માટે નુકશાનકારક છે. પણ કેટલાક લોકો પોતાના આરોગ્યને સારું રાખવા માટે કેટલાક પોષક તત્વોવાળા શાકભાજી ખાવાનું પસંદ કરે છે. ત્યારે જમીનમાંથી નીકળતા સુરણને ખાવાથી તમારા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જે તમારું સુગર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. સાથોસાથ તમારા શરીરને તંદુરસ્ત રાખે છે.સુરણ પોષક તત્વોથી ભરપૂર છે. સુરણના અંદરના ભાગને ખાવામાં આવે છે. તે પ્રોટીનથી ભરપૂર છે. સુરણને ખાવાથી તમારા સ્વાસ્થય માટે કેટલાક ફાયદાઓ છે.
સુરણ ખાવાના ફાયદાઓ :-
વજન ઘટાડવામાં
સુરણમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર રહેલું છે. સાથોસાથ પોષક તત્વોમાં પણ ફાઈબર રહેલું છે. જે આપણાં સ્વાસ્થ્યને સુધારે છે. સાથોસાથ શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે અને તમને સ્વસ્થ રાખે છે. ફાઈબરમાં હૃદય રોગથી લઈને કેન્સર સુધીના ખતરનાક રોગોથી બચવાની શક્તિ હોય છે. ફાઇબર એ આપણા દૈનિક સેવનનો એક ભાગ છે. ત્યારે સુરણમાં એટલું બધું ફાઈબર હોય છે કે તે તમારા વજનને ઘટાડે છે.સાથોસાથ સુરણમાં કેલરી અને ચરબી ઓછી હોય છે. તેથી તેને ખાવાથી વજન વધવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તેથી વજન ઘટાડનારાઓ માટે સુરણ ખૂબ જ ફાયદાકારક છે.
પાચનતંત્ર સારું રહે
સુરણને ખાવાથી પેટમાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. સાથોસાથ મેટાબોલિઝમને વધારે છે. તે એક પ્રોબાયોટિક પણ છે જેનાથી તમારું પાચનતંત્ર સારું રહે છે. તેથી કબજિયાત થવાની કોઈ સમસ્યા રહેતી નથી.
બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે
સુરણમાં કાર્બોહાઈડ્રેટ નથી હોતું. તેથી તે ગ્લુટેન ફ્રી છે. એટલે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ સમાન છે. સુરણ લાંબા સમય સુધી પેટમાં રહે છે. જેના લીધે જો તમે કોઈ મીઠી વાનગીઓ ખાવ તો તમારું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. જે લોકો પહેલાથી જ સુરણનું સેવન કરે છે તેઓને ડાયાબિટીસ થવાનું જોખમ રહેતું નથી.
કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે
તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટે છે અને સારા કોલેસ્ટ્રોલ વધે છે. આ શાક ખાવાથી ગ્લુકોમન જેલ આંતરડાના અસ્તર પર ચોંટી જાય છે. જેના કારણે કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરનાર ખોરાક શોષાયા વગર બહાર નીકળી જાય છે.
સુરણ વધારે પ્રમાણમા ખાવાથી શરીર માટે નુકશાનકારક છે.
જો સુરણ વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો શરીર માટે નુકશાનકારક છે.પણે તેને મર્યાદિત માત્રામાં ખાવાથી ફાયદાકારક છે. કોઈ નુકસાન નથી થતું. પરંતુ તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. તેથી વધુ પડતું ખાવાથી પેટમાં ડાયેરિયા,ગેસ,પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે વધારે ખાશો તો તમારી બ્લડ સુગર ઘટી જશે. એટલે જ તેને ઓછા પ્રમાણમા ખાવાનું રાખો.