પ0 થી 400 રૂપિયાના કિલોના ભાવે મળતા ફ્રુટસથી બજારો ઉભરાય: વિદેશી દ્રાક્ષ સાથે કીવીનો પણ ક્રેઝ જોવા મળે છે
ઋતુ પ્રમાણેના આહારનું આપણી તંદુરસ્તી સાથે સીધુ જોડાણ છે. પવર્તમાન શિયાળાની ઋતુમાં બજારોમાં કેળા, ચીકુ, દાડમ, દેશી સંતરા, સફેદ લાલ જામફળ, મૌસંબી, ગ્રીન એપલ, પોપૈયા, સિતાફળ, સફરજન, ડ્રેગન, કિવી અને વિદેશી દ્રાક્ષ જેવા વિવિધ ફળોની ધૂમ આવક જોવા મળી રહી છે. ફ્રુટ બજારના વેપારી તિલકભાઇએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ કે રૂ. પ0 થી 400 સુધીના કિલોના ભાવે આ ફુટ વેચાય રહ્યા છે.
લોકોમાં પણ આ વર્ષે ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફળમાં વિટામીન-સી સાથે વિવિધ પોષક તત્વો સારા પ્રમાણમાં હોવાથી તેનો સીધો સંબંધ આપણાં આરોગ્ય સાથે જોડાયેલો છે. સંતરા, આમળાા, જામફળ અને સિતાફળ જેવા ફળોમાં એન્ટી ઓકિસડેન્ટ તત્વ હોવાથી શરીરની ઘણી ઉણણ પુરી પાડે છે. આ ફળોના સેવનથી માનવી પોતાની તંદુરસ્તી વધારી શકે છે. આજનો યુવા વર્ગ પણ હવે વિવિધ ફુટની ડીસનો શોખીન બની ગયો છે. ફળોના બાહારથી આપણી રોગ પ્રતિકારક શકિત વધતી હોવાને કારણે ગંભીર રોગો સામે રક્ષણ મળે છે.