આપણે કેળા તો અવાર-નવાર ખાતા હોઇએ છીએ . પરંતુ આ કેળા ખાવાથી ઘણો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે દરરોજ કેળા ખાવાથી સ્ટ્રોકનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. આ અભ્યાસ અંગેના ઘણા તારણો આપવામાં આવ્યા છે. કેળામાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે જે સ્ટ્રોકના ખતરાને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બ્રિટિશ અને ઇટાલિયન સંશોધકોએ અભ્યાસના તારણો રજુ કરતા જણાવ્યુ હતુ કે દિવસમાં ત્રણ કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે તેનાથી સ્ટ્રોકનો ખતરો ઘટે છે. અને અન્ય રોગની તકો પણ ઘટી જાય છે.

અભ્યાસ દ્વારા જાણવા મળ્યુ છે કે બે્રકફાસ્ટમાં એક બપોરે જમતી વખતે એક અને સાંજે એક કેળુ ખાવાથી પુરતા પ્રમાણમાં પોટેશિયમ મળે છે. જે બ્રેનમાં ા લોહીના જથ્થાના તકોને ઘટાડે છે. પોટેશિયમ આ તકોને ૨૧ % જેટલી ઘટાડો દે છે. કેળાની જેમ અન્ય પોટેશિયમ ધરાવતી ચીજ વસ્તુઓ ખાવાથી પણ સ્ટ્રોકના ખતરાને ઘટાડી શકાય છે. દૂધ ફીશ અને અન્ય ચીજ વસ્તુઓમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ હોય છે.

નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ઘણી એવી બાબતો રજુ કરી છે. કે વૈજ્ઞાનિકોએ જુદા-જુદા ૧૧ અભ્યાસમાંથી ડેટા લઇને છેક ૬૦ના દશકાના આંકડા પણ ધ્યાનમાં લીધા હતા. પરિણામ જાહેર કરતી વખતે તમામ અભ્યાસના તારણો ધ્યાનમાં લેવાયા હતા. આ અભ્યાસ દરમિયાન જાણવા મળ્યુ છે કે ૧૬૦૦ એનજીની આસપાસ દરરોજ પોટેશિયમનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે. આનાથી સ્ટ્રોકનો જોખમ ઘટી જાય છે. સરેરાશ કેળામાં ૫૦૦ મિલિગ્રામ પોટેશિયમનું પ્રમાણ હોય છે જે બ્લડ પ્રેસરને ઘટાડવામાં મદદરુપ થાય છે. સાથે સાથે શરીરમાં ફ્લુઇડના સંતુલનને પણ જાળવી રાખે છે. ખૂબ ઓછા પ્રમાણમાં પોટેશિયમ હદ્યના ધબકારાને અનિયમિત બનાવવામાં ભૂમિકા ભજવી શકે છે. આનાથી ડાયેરિયા થવાનો ખતરો રહે છે.

યુનિવર્સિટી ઓફ નેપલ્સ અને યુનિવર્સિટી ઓફ વિર્વાકના સંશોધકો કહે છે કે દેશમાં દરરોજ જેટલી ભલામણ કરવામાં  આવી તેના કરતા ઓછા પ્રમાણમાં પોટેશિયમનો જથ્થો લેવામાં આવે છે. પરંતુ જો પુરતા પ્રમાણમાં પોટેશિયમની ચીજ વસ્તુ લેવામાં ઓવે તો સ્ટ્રોકના ગાળાથી થતા મોતના આંકડામાં ઘટાડો લાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.