સવારે ઉઠીને નાસ્તામાં શું લો છો? ઉકાળેલી ચાની સાથે ગાંઠિયા, ફાફડા, ચેવડો, સેવ જેવા નાસ્તા કે પછી ફ્રેશ બનાવેલા પૌંઆ કે ઉપમા? તમે ફ્રેશ નાસ્તો ખાઓ કે સૂકાં ફરસાણ, જો એ વાનગીઓમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તો જ એ તમને વજન ઘટાડવામાં મદદ કરશે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિસોરીના રિસર્ચરોનું કહેવું છે કે વજન ઘટાડવું હોય તો પ્રોટીનવાળી ચીજો ખાઓ. એમાંય સવારે ઉઠીને સૌથી પહેલો નાસ્તો જો પ્રોટીની ભરપૂર હોય તો એનાથી વેઈટ-ક્ધટ્રોલમાં જરૂર મદદ શે. દૂધ, ઈંડાં, યોગર્ટ, ફણગાવેલાં કઠોળ, રીફાઈન્ડ ન હોય એવી દાળના ચિલ્લા જેવી વાનગીઓ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.વજન ઉતારવા માટે અમેરિકન રિસર્ચરોનું કહેવું છે કે બ્રેકફાસ્ટ સ્કિપ ન કરવો અને બ્રેકફાસ્ટમાં વધુ સારી માત્રામાં અને ગુણવત્તાવાળું પ્રોટીન હોય એવી વાનગીઓ લેવી રિસર્ચરોએ નોંધ્યું છે કે બ્રેકફાસ્ટમાં જો વ્યક્તિ ૩૫ ગ્રામ પ્રોટીન મળે એવી વાનગીઓ ખાય તો એનાી તેની વારંવાર ખાવાની તલપ ઘટે છે અને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સાતત્યપૂર્વક જળવાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.