ચેરી એક ખાટ્ટું-મીઠું ફળ છે જે લાલ, કાળા અને પીળા રંગોમાં મલે છે. ચેરી ખાવાનું બહુ લોકો પસંદ કરે છે. જ્યાં આ સ્વાદમાં ઘણી સારી હોય છે, એમાં જરૂરી પોષક તત્વો જેવા કે વીટામીન, કેલ્શિયમ , પોટેશિયમ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે.આવો આપણે જાણીએ કે જો રોજની 10 ચેરી ખાવાથી તમે કેટલી બિમારીઓથી બચી શકો છો.
1.સાંધાનો દુખાવો
ચેરીમાં એન્થોસિયાનિન તત્વ હોય છે જે સંધિવાના રોગ માટે ઘણું ફાયદાકારક છે. દિવસની 10 ખાટ્ટી ચેરી ખાવાથી સંધિવામાં જે હાથ-પગનો સોજો થયો હોય છે એ જલ્દી દૂર થાય છે.
2.હ્રદયરોગ
તમને જણાવીએ કે ચેરીમાં એવા ખનીજ તત્વો હોય છે જે હ્રદયરોગ રોકવામાં ઘણા સક્ષમ હોય છે. એટલા માટે જ જો તમે હ્રદયરોગથી બચી રહેવા માંગો છો તો ચેરીને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લો.
- કેન્સર
ચેરીમાં રહેલાં એન્ટિઓક્સીડન્ટ શરીરને રોગોથી લડવાની શક્તિ આપે છે. આ ઉપરાંત પણ ચેરીમાં ફિનોનિક એસિડ અને ફ્લેવોનોઈડ પણ હોય છે જે કેન્સર જેવી ગંભીર બિમારીઓને વધતી અટકાવે છે. - બ્લઙપ્રેશર
ચેરીમાં રહેલી પોટેશિયમની માત્રા આપણાં શરીરમાં રહેલી સોડિયમની માત્રાને ઓછી કરી દે છે. જેના કારણે શરીરનું બ્લડપ્રેશર નું સ્તર સામાન્ય થઈ જાય છે જેના લીધે કોલેસ્ટ્રોલનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે.