બિનઅનામત વર્ગમાં ૨૨ જયારે અનામત વર્ગમાં ૧૧ માર્કસ કટ ઓફ તરીકે ઘટયા

માત્ર ૧૭% માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ પણ મેળવી શકશે એમબીબીએસમાં પ્રવેશ

નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રાસ ટેસ્ટ-નીટના પરિણામો જાહેર થઈ ગયા છે. સારું પરીણામ આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં આનંદ છવાયો છે. જોકે, આ વર્ષે નીટમાં કટ-ઓફ માર્કસ ઘટયા છે.

જેથી હવે એમબીબીએસમાં પ્રવેશ મેળવવા માટેની રાહ વિદ્યાર્થીઓ માટે આસાન થઈ ગઈ છે. માત્ર ૧૭ ટકા માર્કસની સાથે વિદ્યાર્થીઓ એમબીબીએસમાં એડમિશન મેળવી શકશે.

જણાવી દઈએ કે, ગયા વર્ષે નીટમાં બિનઅનામત વર્ગમાં ૧૩૧ કટ-ઓફ માર્કસ હતા જયારે આ વર્ષે ૨૨ માર્કસ ઘટયા છે એટલે કે ૧૧૯ કટ ઓફ માર્કસ છે. જયારે અનામત વર્ગ માટે ગયા વર્ષે ૧૦૭ કટ ઓફ માર્કસ હતા જયારે આ વર્ષે ૯૬ કટ ઓફ માર્કસ છે. ઉલ્લેખનીય છે કે, ૧૩ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૭ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે.  નીટમાં કટ ઓફ માર્કસ ઘટવાનો અર્થ છે કે, વિદ્યાર્થીઓને માર્કસની ઓછી ટકાવારી હશે તો પણ તેઓ એમબીબીએસમાં પ્રવેશ મેળવી શકશે. ગયા વર્ષે ૪૩૦૦ વિદ્યાર્થીઓએ ૧૮૦ અથવા તેનાથી પણ ઓછા માર્કસ મેળવ્યા હતા તેમ છતાં તેઓએ એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો છે જયારે આ વર્ષે પાસીંગ માર્કસ ૧૨૨ એટલે કે ૧૭% છે.

૨૨ માર્કસ કટઓફ તરીકે ઘટતા આ વર્ષે ફીઝીકસમાં માત્ર ૫% માર્કસ સાથે જયારે બાયોલોજીમાં ૨૦% સાથે માર્કસ વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.