Paytm યુઝર્સ માટે ખુશખબર …ખરીદી આજે અને રૂપિયા ચૂકવો 30 દિવસ પછી

આમ તો paytm આજકાલ ચા વાળાને ત્યાં પણ ઉપયોગ થાય છે. ડિજિટલ ઈન્ડિયાએ મોદીનું સ્વપણ છે અને આ સ્વપ્નમાં ઘણા બધા લોકો ડિજિટલ ઈન્ડિયા તરફ જાય છે અને ડિજિટલ ઈન્ડિયાનો ઉપયોગ પણ કરે છે તેમની જો એક સેવા વાત કરી તો paytm જી હા મિત્રો તમને થાશે કે આ શું paytmની વાત કરે છે એના વુશે તો અમે જાણીએ જ છીએ પરંતુ શું મિત્રો તમે Paytm Postpaid બન્યું એ પણ જાણો છો? સિમ કાર્ડ પોસ્ટપેડ તો સાંભળ્યુ છે પણ Paytm Postpaid આવું તો તમે પહેલી વાર જ સાંભળ્યુ હશે.

paytm લાવ્યું છે આપના માટે એક ખાસ સેવા, આ સેવાનું નામ Paytm Postpaid છે. તેનો અર્થ એ છે કે તમે વસ્તુ ક્યારેય પણ ખરીદી શકો પણપેટિએમ તમને આગલા મહિને પૈસા ચૂકવવાનો વિકલ્પ આપશે. આ સેવા હેઠળ તમે Paytm પર ડીટીએચ રીચાર્જ કરી શકો છો. મૂવીની ટિકિટ ખરીદી શકો છો. ફ્લાઇટ પણ બુકકરી શકો છે. જો તમે Paytmની પોસ્ટપેડ સેવાનો ઉપયોગ કરો છો તોતેના માટે તમારે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં આપવો પડે. આ સેવા તમને તદન મફતમાં મળેછે. બીજી વાત એ છે કે આ સેવા માટે કોઈ પણ પ્રકારનાં ડોક્યુમેન્ટની જરૂર નથી. તરત જઅપ્રૂવલ થઈ જશે.

આ સેવા ચાલુ કરવા માટે તમારે તમારા પ્રોફાઇલમાં જઈને Postpaid સેક્શન પર ક્લિક કરવું પડશે. પછી ત્યાં તમારે આધાર નંબર અને પાન કાર્ડની વિગતો આપવી પડશે. ત્યારબાદ આ સુવિધાનો લાભ લઈ શકો છો. તમે તમારા ખર્ચ કરવાની મર્યાદા પણ જોઈ શકો છો. આ લિમિટ તમારા પાછલા રેકોર્ડના આધારે આપવામાં આવે છે. આ લિમિટ દ્વારા તમે ગમે ત્યાં ખરીદી કરી શકો છો.અને રકમ ભરપાઈ તમે આગામી ૧૫ તારીખ પહેલા કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.