બંને કંપનીઓ જી.એસ.પી અને એ.એસ.પી. તરીકેની પોતાની ભૂમિકામાં જીએસટી હેઠળ વપરાશકર્તાને નાવિન્યસભર ઉકેલો પુરા પાડશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ કોર્પોરેટ આઈ.ટી.પાર્ક લિમિટેડે જી.એસ.ટી. દાયરામાં આવતા કરદાતાઓ માટે ‘સરળ જીએસટી’ રજુ કરવા એસ.એ.પી. એસ.ઈ. સાથે સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જુલાઈ ૧, ૨૦૧૭ થી સરકાર દ્વારા જી.એસ.ટી.નો પ્રારંભ કરવામાં આવે ત્યારબાદ કરદાતાઓ ‘સરળ જી.એસ.ટી.’ના ઉપયોગથી સરકારની જી.એસ.ટી. સિસ્ટમનું સરળતાથી પાલન કરી શકશે. ‘સરળ જી.એસ.ટી.’ને આર.સી.આઈ.ટી.પી.એલ.ની જી.એસ.ટી. સુવિધા પ્રોવાઈડર અને સેપની એપ્લીકેશન સર્વિસ પ્રોવાઈડર તરીકેની નિપુણતાનો લાભ મળશે.
‘સરળ જી.એસ.ટી.’ પરિચાલનની સરળતા, એક‚પ સહાય અને ઉચ્ચકક્ષાની સેવા ઉપરાંત વ્યાપમાં વધારા અને સુરક્ષાને કેન્દ્રમાં રાખવા સાથે કરદાતાને મૂલ્યનું વળતર આપશે. આર.સી.આઈ.ટી.પી.એલ તેની જી.એસ.પી.ભૂમિકામાં એ.એસ.પી.ને જિયો એમ.પી.એલ.એ. નેટવર્કના માધ્યમથી સરકારની જી.એસ.ટી. સિસ્ટમ સાથે જોડશે. તેની એ.એસ.પી.ની ભૂમિકામાં સેપ કરદાતાઓને સરળ, સુરક્ષિત અને નિર્બાધ વાતાવરણમાં તેમના જી.એસ.ટી.રીટર્ન અસરકારક રીતે તૈયાર કરવામાં, તેનું વ્યવસ્થાપન કરવામાં અને રીટર્ન ભરવા સક્ષમ બનાવશે. બે વ્યાવસાયિક અગ્રણીઓનું જોડાણ જી.એસ.ટી.ની પૂર્ણ ક્ષમતાઓને રજૂ કરે છે અને ડીજીટલ ઈન્ડિયા પહેલની સફળતાને વધારે બુલંદ બનાવે છે.
‘જી.એસ.ટી.માત્ર કરવેરા સુધારો નથી પરંતુ કંપનીઓ માટે કાર્યક્ષમતામાં સુધારો અને નફામાં વધારો કરવાની અભૂતપૂર્વ તક છે.’ એમ સેપ ઈન્ડિયાના એચ.એ.એન.એ. એન્ડ જી.એસ.ટી. એડોપ્શન ડ્રાઈવના વડા નીરજ અથાલ્યે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ‘વ્યવસાયને નિર્બાધ રીતે કાયદાને સુસંગત કરવામાં મદદ કરવા ઉપરાંત સરળ જી.એસ.ટી. તેમને જી.એસ.ટી.ના વિઝનનો લાભ મેળવવા પણ સક્ષમ બનાવશે.’
‘અમે જી.એસ.ટી.ને દેશના ડીજીટલ જીવનના અનુભવને વધારે સમૃઘ્ધ બનાવવા અને તેને વિસ્તારવાના હવે પછીના મુકામ તરીકે જોઈએ છીએ’, એમ રિલાયન્સ જી.એસ.ટી. ઈનિશ્યેટીવના વડા રાજકુમાર એન.પુગલિયાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ‘કરદાતાઓને સંપૂર્ણ સહાય પુરી પાડવા સાથે સુરક્ષિત ડીજીટલ એન્ટરપ્રાઈઝમાં તબદિલ થવામાં મદદ કરતી સેપ અને રિલાયન્સની બે દશકની ભાગીદારીને સરળ જી.એસ.ટી. આગળ ધપાવે છે.’
રિલાયન્સ કોર્પોરેટ આઈ.ટી.પાર્ક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની છે અને ગ્રુપની આંતરીક આઈ.ટી.જ‚રીયાતોને પૂર્ણ કરે છે. આર.સી.આઈ.ટી.પી.એલ.ની આઈ.ટી. અને ટેકનોલોજીકલ ક્ષમતાઓને જિયોએ વધારે સક્ષમ બનાવી છે. પોતાની ક્ષમતાઓ અને જિયોની માળખાકીય સુવિધાઓ અને ક્ષમતાઓથી થયેલા લાભને ધ્યાનમાં રાખીને આર.સી.આઈ.ટી.પી.એલ.ને કરદાતાઓની જી.એસ.ટી.જ‚રીયાતો પુરી કરવા માટે સરકાર દ્વારા જી.એસ.ટી.સુવિધા પ્રાવાઈડર તરીકેનો પરવાનો આપવામાં આવ્યો છે.
આર.સી.આઈ.ટી.પી.એલ અત્યાધુનિક જી.એસ.પી. સેવાનું વાતાવરણ વિકસાવી રહી છે અને તેને જિયો દ્વારા વધારે સમૃદ્ધ બનાવવામાં આવશે. જિયોએ આધુનિક ૪જી એલ.ટી.ઈ. ટેકનોલોજી સાથે વિશ્ર્વસ્તરીય આઈ.પી.ડેટા આધારીત અને ભવિષ્યની જ‚રીયાતોને સંતોષી શકાય તેવું નેટવર્ક તૈયાર કર્યું છે. તે ભવિષ્યની જ‚રિયાતો માટે પણ સજ્જ છે અને ૫જી, ૬જી અને તેનાથી પણ આગળ એમ ટેકનોલોજી જેમ આગળ વધતી જાય તેમ વધારે ડેટાને સાનુકૂળ બનવા તેને સરળતાથી આધુનિક બનાવી શકાય છે. એન્ટરપ્રાઈઝ એપ્લીકેશન સોફટવેર બજારમાં અગ્રણી તરીકે સેપ તમામ કદની કંપનીઓ અને ઉધોગોને વધારે સારી રીતે ચલાવવામાં મદદ કરે છે. બેક ઓફિસથી બોર્ડ‚મ સુધી, વેરહાઉસથી સ્ટોરફ્રન્ટ સુધી, ડેસ્કટોપથી મોબાઈલ ડિવાઈસ લોકો અને સંસ્થાઓને વધારે કાર્યક્ષમ બનાવવા અને સ્પર્ધામાં આગળ રહેવા માટે વ્યાવસાયિક સુઝને વધારે કાર્યક્ષમ રીતે ઉપયોગમાં લેવામાં સક્ષમ બનાવે છે. સેપની એપ્લીકેશન્સ અને સેવાઓએ ૩,૪૫,૦૦૦થી વધુ વ્યવસાયો અને જાહેર ક્ષેત્રના ગ્રાહકોને નફાકારક રીતે સંચાલન, સતત નવુ અપનાવવા અને સાતત્યપૂર્ણ વૃદ્ધિ માટે સક્ષમ બનાવ્યા છે.