રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ધ્વારા રાજકોટ શહેરમાં પાન પીસના પ્લાસ્ટીકના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ તા. ૨૦-૦૭-૨૦૧૮ નાં રોજ પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ પારેવડી ચોક, આજી ડેમ ચોકડી, ચુનારાવાડ ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, સર્વિસ રોડ, કોઠારીયા રોડ, મેહુલનગર મે. રોડ વગેરે પર પાન પીસ, પ્રતિબંધિત પ્લાસ્ટિક્ના ઝભલા જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
૧. જપ્ત કરેલ પ્લાસ્ટિક – ૪.૯ કિ. ગ્રામ
૨. આસામી – ૨૦
૩. વહિવટી ચાર્જ રૂ. ૪૩૫૦/-
ઉક્ત કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી જીજ્ઞેશ વાઘેલા, શ્રી વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઈ. શ્રી ડી. કે. સીંધવ, શ્રી ડી. એચ. ચાવડા, શ્રી એમ. એ. વસાવા, શ્રી પ્રફુલ ત્રીવેદી, તથા વોર્ડના એસ. એસ. આઈ. શ્રી પ્રભાત બાલાસરા, શ્રી પ્રશાંત વ્યાસ, શ્રી એચ. એન. ગોહિલ, શ્રી એ. એફ. પઠાણ, શ્રી ભુપત સોલંકી, શ્રી ભરત ટાંક તથા શ્રી જય ચૌહાણ ધ્વારા કરવામાં આવેલ હતી.