મુખ્યમંત્રીએ અંગત રસ લેતા પૂર્વ રાજકોટના ૪૩૦૬ એકર વિસ્તારને ગ્રીન ઝોનમાંથી રેસીડેન્ટલ ઝોનમાં તબદીલ કરાયો
જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે સાથે ‘અબતક’એ ખાસ વાતચીતમાં તાજેતરનાં મુદાઓ વિશે ચર્ચા કરી હતી. જેમાં પૂર્વ રાજકોટની ટીપી સ્કીમો, નવા બનનારા અન્ડરબ્રીજ, સુચિત સોસાયટીઓ, રાજકોટ-અમદાવાદ ૬ લેન રોડ અને હિરાસર ખાતે નિર્માણ પામનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની હાલની સ્થિતિ વિશે ડો.વિક્રાંત પાંડેએ માહિતી આપી હતી.
પૂર્વ રાજકોટની પણ ટીપી સ્કીમો બનશે
‚ડાની પાંચ ડ્રાફટ ટાઉન પલાનીંગ સ્કીમોને દોઢ માસના ટુંકા સમયગાળામાં મજુરી મળી છે. ત્યારે આ પાંચેય ટીપી સ્કીમો પશ્ર્ચિમ રાજકોટ વિસ્તારની છે. પૂર્વ રાજકોટ વિસ્તારમાં ટીપી સ્કીમો બનાવાશે કે નહી તે અંગે કલેકટરે જણાવ્યું હતું કે, વેસ્ટ રાજકોટ બાજુ વિકાસ અસંતુલીત રીતે થતો હતો. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઝોનનો સંતુલીત વિકાસ થાય તે માટે ‚ડા દ્વારા ઈસ્ટ બાજુનો ૪૩૦૬ એકર જમીન ગ્રીન ઝોનમાંથી ઘટાડીને રેસીડેન્ટલ ઝોનમાં મુકવામાં આવી છે. રાજકોટની ચારે બાજુઓ વિકાસના પંથે છે. ટીપી સ્કીમ ઈસ્ટ બાજુ મુકવાના પ્રયાસો થઈ રહ્યા છે. ‚ડા અંતર્ગત ઈસ્ટમાં હોય તેવા વિસ્તારોમાં જમીનની કિંમત ઓછી છે, પછાત વર્ગના લોકો રહે છે ત્યાં પણ કાલાવડ રોડ જેવો વિકાસ થાય તે રીતનું માસ્ટર પ્લાનીંગ ચાલી રહ્યું છે. ૨૦૩૧ સુધીમાં વિકાસની ધારા માત્ર વેસ્ટ બાજુ ન વહે ઈસ્ટ બાજુ અને અમદાવાદની દિશા તરફ પણ વહે તે માટે એરપોર્ટ ત્યા લવાયું છે.
ત્રણ જગ્યાએ અન્ડરબ્રીજ બનાવાશે
રેલવે દ્વારા રાજકોટ ડિવિઝન હેઠળના અનેક વિસ્તારમાં અન્ડર અને ઓવરબ્રીજ બનાવવાનો પ્રોજેકટ હાથ પર છે. ૨૦૨૦ સુધીમાં તમામ માનવરહિત ફાટક બંધ કરી દેવાનો લક્ષ્યાંક છે. ગોંડલ રોડ પર રાજકમલ ફાટક, ક્રિષ્ના પાર્ક સામે આવેલું ફાટક, કાગવડ ગામે ખોડલધામ તરફ જતા રસ્તા પરનું ફાટક અને ગોંડલ નજીક ઉમવાડા ફાટક બંધ કરી તેની જગ્યાએ અન્ડર બ્રીજ બનાવવાની મંજુરી માંગતી રજુઆત જિલ્લા કલેકટર સમક્ષ કરવામાં આવી છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું કે, માનવરહિત રેલવે ક્રોસીંગને બંધ કરવાની મંજુરી કલેકટર ઓફિસમાંથી આપવામાં આવે છે. જેમાં ઉદભવેલા પ્રશ્ર્નો માટે ડીઆરએમ ભાવનગર અને ડીઆરએમ રાજકોટ સાથે બેઠક યોજાઈ હતી. હાલ ટુંકાગાળામાં મંજુરી આપવામાં આવશે.
સોસાયટીઓને રેગ્યુલાઇઝડ કરવા મુખ્યમંત્રીની હાજરીમાં કેમ્પનું આયોજન કરાશે
રાજય સરકાર દ્વારા સુચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરવા કાયદો ઘડાયા બાદ રાજકોટ જીલ્લામાં માર્ચ ૨૦૦૦ પૂર્વે ઉભી થયેલી ૨૨૫ સુચિત સોસાયટીઓ રેગ્યુરાઇઝડ કરવા તંત્રને સુચના આપવામાં આવી છે આ અંગે કલેકટરે જણાવ્યું છે.અત્યાર સુધી ૨૨૫ સુચીત સોસાયટીઓનું લીસ્ટ મળ્યું હતું. ૩૧ માર્ચ ૨૦૦૦ સુધીમા જે સોસાયટીઓ બનીગઇછે. જેના પછી કોઇ ટ્રાન્ઝેકશન નથી થયા તેને રેગ્યુલરાઇઝડ કરવામાં આવશે. રેગ્યુલરાઇઝડ કરતા સમયે કબ્જા હકક અપાશે. અને સનદ આપવાની જોગવાઇ કરશે. ૨૨૫ પૈકી ૧૮૯ સોસાયટીને રેગ્યુલરાઇઝડ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. અમે અંદાજી ર જી ૩ સોસાયટીઓ ઉપર નાયબ મામલતદારોની નિમણુંક કરી દીધી છે. અરજદારોને ફોર્મ ભરવાની જાણ પણ કરી દેવામાં આવી છે. સાથે માંપણી પણ શરુ થઇ ગઇ છે. અત્યારે સુધીમાં ૭ સોસાયટીઓની માપણી થઇ ચુકી છે. ઓકટોબર મહિના સુધીમાં માપણીની કામગીરી પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે જેના માટે સર્વેની ટીમ અમે વધારી છે.૬૦ થી ૭૦ સોસાયટીને રેગ્યુલાઇઝડ કરવા માટે મુખ્યમંત્રીની હાજરીમાં ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ-અમદાવાદ ૬ લેન હાઇવે
રાજકોટથી અમદાવાદ વચ્ચેનો ૬ લેન રોડ અંદાજે ૨૫૦૦ કરોડના ખર્ચે તૈયાર થશે રોડ અંગેની ટેન્ડર નોટીસ પૂર્ણ થવાના આરે છે. ટુંક સમયમાં મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીયમંત્રીઓ સાથે બેઠક યોજીને તેનું ખાતમુહુર્તની તારીખ નકકી કરવામાં આવશે.
હિરાસર એરપોર્ટથી કામગીરી અંતિમ તબકકામાં
હિરાસર ખાતે નિર્માણ પામનાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશે ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે હિરાસર ખાતે ૨૭૦૦ એકર જમીનમાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઇ રહ્યું છે. જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હશે. અત્યાર સુધીમાં ભારત સરકાર અને એરપોર્ટ ઓથોરીટી તરફથી ઘણા અધિકારીઓ સ્થળ નીરીક્ષણ માટે આવી ચુકયા છે. જગ્યા જોઇએ તેઓ સંતુષ્ટ થયા છે. રાજય સરકાર તરફથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રોજેકટ અત્યારે અંતિમ તબકકામાં ચાલી રહ્યો છે. હિરાસર ખાતેનું એરપોર્ટ એરોસીટી જેવું બનશે.