• ચાર માસ પૂર્વે લાગેલી આગ દુર્ઘટનામાં 27 લોકો ભડથું થઈ ગયા હતા 15 સામે અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી
  • ખેડૂત અશોકસિંહ જાડેજા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાનો બનાવવામાં ગંભીર રોલ હોવાથી જામીન અરજી ફગાવી
  • ચકચારી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં

રાજ્ય ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસ સેશન્સ કમિટ થયા બાદ અશોકસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સરકારી અને આરોપીના વકીલની દલીલો કોર્ટ દ્વારા સાંભળવામાં આવી હતી. ચકચારી કેસમાં વિસ્તૃત દલીલો થતા કોર્ટ કાર્યવાહી મોડા સુધી ચાલી હતી. અગ્નિકાંડના ચાર આરોપીની જામીન અરજી પર કોર્ટ જામીન અરજી ફગાવી દીધી છે. જેલવાસ લંબાયો છે.

આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં  ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું  થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું  ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય,  તંત્ર દ્વારા ગેમ ઝોનના  ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ  હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને  ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરે જામીન અરજી દાખલ કરી હતી. જે બંને આરોપી બાદ જેલ હવાલે રહેલા મહાપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ પણ જેલ મુક્ત થવા જામીન અરજી દાખલ કરી હતી. ચારેય આરોપીની જામીન અરજીની આગલી મુદતમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જામીન અરજી સામે તપાસનીશ દ્વારા સોગંદનામુ કરવાનું બાકી હોવાથી ચારેય આરોપીની જામીન અરજીમાં 25 મી સપ્ટેમ્બરની મુદત પડી હતી. અગ્નિકાંડમાં સંડોવાયેલા અને હાલ જેલ હવાલે રહેલા ચારેય આરોપીઓએ કરેલી જામીન અરજી  કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની દલીલો   . આરોપીના વકીલની દલીલોમાં અગાઉ ફાયર શાખા દ્વારા જીવના જોખમે લોકોના જીવ બચાવ્યા છે. એટીપીના બે પોતાનો બચાવ  વકીલો દ્વારા રજૂ કર્યો હતો. જ્યારે સરકાર તરફે અને સ્પેશિયલ પીપી તેમજ મૂળ ફરિયાદીના વકીલ દ્વારા એન ઓ સી આવી ગયું છતાં કેમ લાયસન્સ સહિતની કાર્યવાહી કરવામાં આવી ન હતી જો જામીન આપવામાં આવશે તો સાક્ષી પુરાવાનો નાશ કરવામાં આવશે દુર્ઘટનામાં જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ તપાસવીશ દ્વારા કરાયેલા ચાર્જસીટમાં સઘન રોલ છે. તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાકેલા ચુકાદાઓને ધ્યાને લઈ ર્કોર્ટ દ્વારા ખેડૂત અશોકસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી ફગાવી ના મંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા  રોકાયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.