મેથી મલાઈ બનાવવા જોઈશે :
સામગ્રી
- સમારેલા ટામેટા – અડધો કપ
- સમારેલી ડુંગળી – અડધો કપ
- સમારેલી મેથી – અડધો કપ
- કાજૂ ટુકડા – એક મોટો ચમચો
- તેલ ૨ ચમચી
- ગરમ મસાલો – અડધી ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ અનુસાર
- હળદર – ૧ ચમચી
- હિંગ – ૧ ચમચી
- ધાણાજીરું પાવડર – ૨ ચમચી
- લાલ મરચું – ૧ ચમચી
- ફ્રેશ ક્રીમ – પા ચમચી
બનાવવાની રીત
સૌ પ્રથમ ગેસ પર એક પેન ગરમ કરવા મુકો. હવે તેમાં એક ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા , ડુંગળી અને દસ પંદર નંગ કાજૂ ઉમેરી સાંતળો. કાજુનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવું પાંચેક મિનિટ બાદ તેને એક મિક્સર જારમાં નાખી ક્રશ કરો. એટલે ગ્રેવી તૈયાર થશે.
હવે બીજા એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો. પછી તેમાં પાંચ સાત નંગ કાજૂ ઉમેરી બે મિનિટ સુધી સાંતળો. બે મિનિટ બાદ તેમાં ઝીણી સમારેલી મેથી ઉમેરી હલાવો. હવે તેમાં એક ચમચી મીઠું ,લાલ મરચું , હળદર , બે ચમચી ધાણાજીરું અને હિંગ ઉમેરો. હિંગ ઉપરથી ઉમેરવાથી મેથીની કડવાશ ઓછી થાય છે છેલ્લેઅડધી ચમચી ગરમ મસાલો નાખી મિશ્રણને બરાબર હલાવો. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને પાંચથી સાત મિનિટ ઉકાળો.
પાણી ઉકળી ગયા બાદ ગેસ બન્ધ કરી ત્યારબાદ જ ફ્રેશ ક્રીમ નાખો અને મિશ્રણ બરાબર હલાવો. બસ તૈયાર છે ગરમ ગરમ મેથી મલાઈ. આ ડીશને તમે ગારલિક નાના કે શેલો ફ્રાય કરેલા પરોઠા સાથે સર્વ કરી શકો છો.