શું આપણે એટલી બધી પ્રગતિ કરી લીધી છે? બાકીના ૮૪ લાખ જીવોનું નિકંદન કાઢવા નિકળી ગયા છીએ?
પર્યાવરણની સમસ્યા આજની અને અત્યારની છે. આ સમસ્યા પ્રાદેશિક કે રાષ્ટ્રીય ની. પરંતુ આપણા જગતને આવરી લેનારી વૈશ્વિક સમસ્યા છે. પર્યાવરણની જાળવણી માટે વિશ્વ, રાષ્ટ્રો, સરકાર, સંસઓ, સમાજ અને દરેક વ્યક્તિ જવાબદાર છે. માણસે જાતે પેદા કરેલી સમસ્યા માણસે જાતે જ ઉકેલવી પડશે અને પ્રાણી જગત વૃક્ષો અને જંગલો શુદ્ધ જળ અને શુદ્ધ જળ સહુ કોઈને હરહંમેશ અને સતત મળી રહે ત્યાં સુધી પર્યાવરણની જાળવણી માટે શકય તેટલા પ્રયાસોમાં જોડાવું પડશે.
કોરા આભમાંથી કડાકા ભડાકા સો માવઠાનો વરસાદ તૂટી પડે, વરસાદી પાણી પીળા રંગનુ અને ગરમ લાગે, વાવાઝોડા અને સમુદ્રી તોફાન સંખ્યાબંધ લોકોને બેઘર અને બેસહારા બનાવી મુકે, ઋતુઓમાં આકસ્મિક પલ્ટો આવે, આંખનો, ફેંફસાનો અને ચામડીના રોગ વધી પડે, કેન્સર જેવા રોગોનો વધારો થાય. આ બધુ પર્યાવરણની અસમતુલતાથી થઈ રહ્યું છે. હવે આપણે જ જાગવાની જરૂરત છે.
એક નહીં 3૬૫ દિવસ પર્યાવરણ દિનની ઉજવણી કરીએ: બંછાનિધિ પાની
અબતક ‘અબતક’ સોની વાતચીત દરમિયાન મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વિશ્ર્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડિપાર્ટમેન્ટ તથા એન્જીનીયર્સ સાથે મિટીંગ બોલાવેલ હતી. રાજકોટ શહેરી વિસ્તારમાં જી.આઈ.એસ.મેપીંગ દ્વારા કયાં કયાં વોર્ડમાં વૃક્ષો છે તથા કયાં વોર્ડમાં વૃક્ષો નથી ખૂબ વૃક્ષો છે તથા બીજા વોર્ડમાં વૃક્ષો નથી તે તમામ જગ્યાએ સિલેકશન કરીને કયાં પ્લોટમાં વૃક્ષો નથી, કયાં ગાર્ડનના પ્લોટસ, રોડ સાઈડ, વોકળા કાંઠા તથા અન્ય વિસ્તારમાં આયોજન કરીને લિસ્ટ બનાવ્યું હતું અને તમામ એનજીઓને આપવામાં આવ્યું છે.
આ વૃક્ષારોપણ અભિયાન એ એક વર્ષ સુધી થાય તે માટે આરએમસી દ્વારા બેઠક યોજાઈ હતી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રહી તરૂ યાત્રા નામની ઈવેન્ટ કરી તમામ વોર્ડ, ઝોનમાં લોકો સુધી વૃક્ષો પહોંચે અને વૃક્ષો ઉછેર છે તેની જવાબદારી લોકો લે. બે લાખ વૃક્ષોનું ઉછેર તથા જતન થાય તે અંગેનું માઈક્રો પ્લાનીંગ દરેક ડિપાર્ટમેન્ટ, એનજીઓમાં કરવામાં આવ્યું છે.
તરૂ યાત્રા જે શરૂ કરવામાં આવશે તેમાં તરૂ, પાણી, જળ બધા જોડાયેલા છે, આ બેઝીક બાબત છે. પાણીને વૃક્ષોને તથા પ્રકૃતિ પર્યાવરણને બચાવીએ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જી.ડી.સી.આર. અંતર્ગત આરએમસી અવા રૂડા દ્વારા કોઈપણ કમ્પલીશન સર્ટીફીકેટ અવા બિલ્ડીંગ યુઝ પરમીશન ત્યાં સુધી આપવામાં નહીં આવે જયાં સુધી વૃક્ષારોપણ ન થાય . રાજકોટમાં ગ્રીનરી વધારવા એક કડક કદમ છે કે જેમાં ૧૦૦ ચોરસ મીટર દિઠ એક વૃક્ષ વાવવામાં આવશે પણ તમામ બિલ્ડર તેમજ અન્ય લોકોએ આ કદમને આવકાર્યું છે અને આશા છે રાજકોટ ખૂબ સુદ્રઢ અને સ્વચ્છ બનશે. રાજકોટમાં ૩૩ ટકા ગરમીનું કાર્બન તા ૨૨ ટકા વાહનોમાંથી આવે છે. હાલના લાઈફ સ્ટાઈલ જે રીતનું છે તે ગરમી વધવાના કારણોમાં હોય શકે છે. ગ્રીન હાઉસ ઉભુ થાય કાર્બન બિનિશયન ઉચુ થાય તેના માટે વૃક્ષારોપણ કરવાની હવામાં ઓક્સિઝનનું પ્રમાણ વધે અને જનજીવન પણ સુધરે એટલા માટે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે.
વૃક્ષો આપણા પર્યાવરણનું મોટામાં મોટુ ભાગ છે. વૃક્ષ છે તો મનુષ્ય છે જો વૃક્ષો નથી તો મનુષ્ય નથી. શહેરી વિસ્તારોમાં વૃક્ષારોપણ વધારેમાં વધારે થાય તેવું મનપા દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વૃક્ષારોપણ માટે પાણીની સમસ્યાઓ હતી તે પણ સેકેન્ડરી ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરી શકાય. આયોજનબદ્ધ રીતે વૃક્ષારોપણ કરવામાં આવે તો ગ્રીનહરી વધી શકે છે.
જે કેમિકલ વેસ્ટ છે તેના માટે જીપીસીપી દ્વારા જે એસઈટીપી તમામ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવાનું ફરજીયાત છે. અવા કલોસર અને સિલિંગની કાર્યવાહી હોય છે. કેમિકલ વેસ્ટ માટે એક એજન્સી નિમાયેલા છે. જેના દ્વારા તમામ મેડિકલ, હોસ્પિટલ પાસેી મેડિકલ વેસ્ટનું કલેકશન અને ટ્રાન્સપોર્ટેશન ડિસ્પોઝેબલની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાટમાળનું જે વધારેમાં વધારે વેસ્ટ ફેંકવામાં આવી રહ્યું છે તે પણ આપણા માટે ખતરનાક છે, લોકોને વિનંતી છે કે મનપા દ્વારા નિમાયેલી જગ્યા પર જ કાટમાળ આપવામાં આવે અને કાટમાળનો નિકાલ જયાં ત્યાં ન કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે અને પેનલ્ટીસ દ્વારા સીએનડીઓએસ છે તે તાકિદ કરી છે.
વિશ્વ પર્યાવરણ દિન ઉપલક્ષે હું લોકોને વિનંતી કરું છું કે આપણે તમામ નગરજનો પર્યાવરણના એક ભાગ છીએ. પર્યાવરણ છે તો આપણે છીએ જે રીતે પાણી અને કુદરતી સંપદાઓ છે તે અમુલ્ય છે જે આપણે મફતમાં મળે છે, ભગવાન ન કરે કે ભવિષ્યમાં આ સંપદાઓ પર હાનિ પહોંચે અને આપણને ના મળે તો ચાલો આપણે સાથે મળી પાણીનો બચાવ કરીએ, વૃક્ષારોપણ કરીએ, મહાત્મા ગાંધીજીએ કીધુ છે તેમ જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરીએ જરૂરિયાત કરતા વધુ બગાડ ન કરી પર્યાવરણનું જતન કરીએ એ આપણા માટે ઉપદેશ ની જરૂરિયાત છે.
તમામ પર્યાવરણના તત્ત્વોની જરૂરિયાત છે કે ૩૬૫ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે અને દરેક નાગરિક તેની જવાબદારી સંભાળે. હાલના સમયગાળાને જોતા શહેરમાં વૃક્ષારોપણ અને પાણીનો બચાવ ખૂબ જ જરૂરી છે અને પશુ-પક્ષીઓ માટે પણ આ યોનધન ખૂબ જ જરૂરી છે. કારણ કે મુંગા પશુ-પક્ષીઓ માટે પર્યાવરણનું જતન કરવું ખુબ અગત્યનું છે અને લોકોની જવાબદારી છે કે પર્યાવરણનું અને સાથે મુંગા પશુ-પક્ષીનું રક્ષણ છે.
વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ ઘટતા યુવી ઈન્ડેકસ સાથે ચામડીના રોગ વધ્યા: ડો.પ્રિયંકા સુતરિયા
‘અબતક’ સોની ખાસ વાતચીતમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડો.પ્રિયંકા સુરીયાએ જણાવ્યું કે, ખાસ કરીને પ્રદુષણ એ ત્રણ પ્રકારના કે જે ચામડીને નુકશાની પહોંચાડે છે. જેમાં હવા, પાણી અને ધૂળના રજકણો એટલે પોલ્યુશન એટલે યુવે રેઈઝ, ઓકસાઈહ, ઓઝોન લેયર, સીગારેટના ધુમાડા એને લીધે ચામડી અને શરીરને ઘણા નુકશાન થાય છે. એનાથી બચવા માટે હવા જેમ કે ત્રણ રીતનો બચાવ કરવો જોઈએ.
એક સૂર્યના તાપી બચવું, હવાના પ્રદૂષણ અને દરરોજ રખાતી સારસંભાળ અત્યારે સૂર્યના કિરણોથી બચવું જોઈએ કારણ કે ઓઝોનના સ્તરમાં ઘટાડો તા તેમાના યુ.વી. કિરણો હોય તે ચામડીને વધારે નુકસાન કરે છે. શરીરના ગમે તે ભાગ ખુલ્લો રહેતો હોય જેમ કે હાથ, પગ, મોઢુ છે તેમની વધારે કાળજી રાખવી જરૂરી છે. ત્યારબાદ કાળજી રાખવા કોટનના કપડા પહેરવા અને ચામડીને કાળજી રાખે તેવા ક્રિમ લગાવવા જોઈએ. જેથી ચામડીને નુકશાન ન થાય સન પ્રોટેકશન ક્રિમને વાપરવાથી તડકાથી થતું નુકશાન અટકાવી શકાય અને જેથી એક ફાયદો થઈ થાય છે કે જે નુકશાન કરતા કિરણો હોય તેમને આ ક્રિમ અટકાવી શકે છે. સૂર્ય અને ધુળ ઉડવાથી ચામડીમાં ખરજવું, ચામડીનું કેન્સર, ચામડી બળવી, દાઝ, ખીલ જેવો સમસ્યાનો ઉદ્ભવે છે અને તેમના માટે દિવસમાં બે વખત નાહવાનું રાખવું જોઈએ. મોઢુ ધોવાનું, જમવામાં ધ્યાન રાખવું જોઈએ. બીજુ થઈ કે શરીરમાં પાણીની માત્રા વધારે રાખવી જેમ કે નારીયલ પાણી, ફ્રૂટ, છાશ વધારે પીવી અને બીજુ અડસીના બી અને અખરોટ બે વસ્તુ ખાવાથી કેન્સરના તત્ત્વો ઘટી જાય છે.
પછી એવા ફળો કે જે કલર ફળો જેવા કે તરબુચ, દાડમ, નારંગી વધારે ખાવા અને તેલવાળુ ખુબ ઓછું ખાવું એટલે એને એન્ટી ઓક્સિઝન્સ કહેવાય. પછી એ કે ફોટો બેજીંગમાં પહેલાના જમાનામાં ૫૦ વર્ષના માણસ લાગે તે અત્યારે તે ૩૫ વર્ષનું લાગે કારણ કે સૂર્યના કિરણોને લીધે ચામડીને અસર કરે છે. ત્યારબાદ સ્ક્રીનના કેન્સર માટે ડોકટર પાસે ચેકઅપ અને કોની સલાહ લઈ શકીએ. પાણીના પ્રદુષણથી બચવા વોટર પાર્ક, સ્વીમીંગ પુલ, કલોરીન વાળુ પાણી હોય તેમાથી આપણે બચવું જોઈએ. જયાં વધારે ભેગુ થયેલું પાણી હોય એમાં ઓછુ જવાનું રાખવું, આજના દિવસે લોકોને એક જ સંદેશો આપીશ કે સારું ભોજન, સારુ સનસ્ક્રીન, મોસ્ચરાઈઝીંગ અને બહાર બને તો ૧૦ થી ૪ના તડકામાં ખાસ કરીને નાના બાળકો મોટી ઉમરના વ્યક્તિઓએ જવાનું ટાળવું એટલે ન થાય અને આપણી એક સૌથી મોટી ફરજ વૃક્ષો વાવવા, વાહનો ઓછા વાપરવા એ આપણી ફરજ પ્રમાણે કરી શકીએ છીએ અને બને એટલું કર્તવ્ય નિભાવીએ.
પર્યાવરણનું જતન નહીં કરાય તો લાંબાગાળે માઠા પરિણામો ભોગવવા પડશે: વી.ડી.બાલા
‘અબતક’ સોની ખાસ વાતચીતમાં પર્યાવરણ દિવસ નિમિતે પૂર્વ ફોરેસ્ટ ઓફિસર અને નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.બાલાએ જણાવ્યું કે, આજે વિશ્વપર્યાવરણ દિવસના સંદેશામાં પર્યાવરણ દિવસની ઉજવણી એક દિવસ જ નથી પરંતુ વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને સરકારે નકકી કર્યું કે, ૫ જૂનના પર્યાવરણને લઈને કાર્ય કરી અને પર્યાવરણની જાણવણી કરવી એ અગત્યનું છે. આ યુગનો સૌક્ષ ગંભીર પ્રશ્ર્ન એટલે પર્યાવરણ અને આપણે જો પર્યાવરણ નહીં ચાવી તો લાંબાગાળે ખૂબ જ નુકશાન શે અને એટલે લોકોને એજ કહેવાનું કે પર્યાવરણ એટલે આપણે રહીયે છીએ અને આપણી આસપાસનું જે વાતાવરણ છે થઈ જો સચવાય અને ખાસ કરીને સજીવ જીવો માટે એક જ વસ્તુ હોય કે પર્યાવરણ સાચવું એ મુખ્ય બાબત છે. અત્યારે અવાજનું પ્રદુષણ ખૂબ જ ફેલાય રહ્યું છે. લગ્ન પ્રસંગમાં ડી.જે.વગાડવામાં આવે છે. સુપ્રીમ કોર્ટનું એવું જજમેન્ટ છે કે ૫૦ ડેસીમલનો અવાજ એવો હોવો ના જોઈએ. એટલે આ અવાજનું પ્રદુષણ એ ખૂબ જ ખરાબ પ્રદૂષણ છે. એક સંશોધન તો એમ કહે છે કે જે લોકો વધારે ઘોંઘાટમાં જીવે છે ત્યાં ગુન્હા બોવ વધે છે અને અવાજનું પ્રદુષણ જો રોકવું હોય તો વૃક્ષો વાવવા ખૂબજ અગત્યના છે. આપણા ઘરની આજુબાજુ જયાં કોઈ પણ વૃક્ષો વાવી શકીએ તેટલા વૃક્ષો વાવવા જોઈએ.
અત્યારે લોકો પૂરી જાણકારી વીના કાચના મકાનો અને દૂકાનો બનાવે, કાચની બારીઓ મુકાવવી તે સારું છે પણ કાચ એ કાર્બન ડાયોકસાઈહ સોસી લે અને પછી તેને બહાર જવા ન દે તેથી રાત્રીના સમયે પણ ખૂબ જ ગરમ વાતાવરણ લાગે છે અને જેથી શકય હોય તેટલો કાચનો ઉપયોગ ટાળવો જરૂરી છે. પર્યાવરણની ખામીથી આખા ભારતમાં ગરમીના પ્રમાણી ત્રાહિમામ છે. ત્યારે ગીરની અંદર બે સિંહનું મૃત્યુ યું છે તે ગરમીના લીધે યું છે. ગરમીનું મોટુ કારણ છે પર્યાવરણનું નુકશાન થયું છે. આરોગ્યની દ્રષ્ટીએ લોકોને માથું બહું દુ:ખતું હોય છે.
એટલે મગજ ઉપર ગરમીની અસર તી હોય તેના લીધે આવી પરિસ્થિતી સર્જાય છે એટલે પર્યાવરણની કાળજી રાખી અત્યારના સમયમાં નાના-બાળકોને પર્યાવરણનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. સો નવરંગ નેચર કલબ. ૨૦૦ સીબીર કરે છે. જેમાં વિર્દ્યાથીઓને વન-વગડામાં રાત રોકી અને જેની ફી માત્ર ૨૦ રૂપિયા હોય છે અને બાળકોને જો પર્યાવરણ શું છે અને તેમની જાણવણી કેમ કરવી તેના માટે તેમને વગડામાં ફેરવો અને પર્યાવરણની જેટલી કાળજી રાખવી જોઈએ.
પર્યાવરણ માટે વૃક્ષો એટલે મહત્વના છે કે વન નીતિ અનુસાર કુલ જમીનના ૩૩ ટકા વૃક્ષો હોવા જોઈએ અને પરંતુ તે ખૂબ ઓછી છે અને વૃક્ષોની ટકાવારી જો વધારવી હોય તો નવરંગ નેચર કલબે એક ઝુંબેશ ઉપાડી છે કે, દર વર્ષ પાંચ લાખ રૂપિયાના પોતે કલમી ફલાઉ રોપા લઈ લોકોને ૩૦%ની રકમમાં આપું એટલે ઈ વૃક્ષની વાવણી ખૂબ જ સારી રીતે અને વિવિધ લોકો દ્વારા તથા રહે છે અને ગામડાના લોકોમાં વૃક્ષોને લઈને સારો પ્રેમ ભાવના હોય છે જેથી વરસાદની સીઝનમાં અમે વૃક્ષોના છોડનું વાવેતર કરીએ કે જેી વૃક્ષોના રોપાણ યા બાદ વરસાદ તા ખૂબ જ સારું એવું વૃક્ષનો ઉછેર થઈ શકે છે અને આપણી જીંદગીમાં વૃક્ષોનું અને‚ મહત્વ રહેલું છે. એટલે લોકો વૃક્ષો વાવવાનું શરૂ કરી દેશે તો તેઓ પોતોના બાળકની જેમ વૃક્ષનું જતન કરશે તો આ વૃક્ષને બચાવી શકાશે અને પોતાના બે બાળકોના ઉછેર દરમિયાન રખાતી કાળજી એક વૃક્ષને પોતાનું બાળક સમજી કરશે તો ખૂબ જ સારું જતન થશે. આજે પર્યાવરણ દિવસ નીમીતે એક જ વાત કહીશ કે પર્યાવરણ સૌથી મોટો ધરમ છે અને ખાસ પ્લાસ્ટીકનો વપરાશ દિવસે-દિવસે વધતો જાય છે અને ફરવા લાયક સ્થળ ઉપર વધારે કચરાથી પ્રદુષણ ફલાવીએ છીએ માટે ખાસ લોકોને કહેવું કે આવી કુદરતી જગ્યાઓને ચોખ્ખી રાખવી જોઈએ.
રાજકોટ હરિયાળુ નહી થાય ત્યાં સુધી વૃક્ષો વાવવાનું ચાલુ રાખીશું: વિજય પાડલીયા
ગ્રીન ફિલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પાડલીયાએ જણાવ્યું હતુ કે અમે આ ટ્રસ્ટ વીસ વર્ષથી ચલાવી છીએ. ન્યુ રાજકોટ વોર્ડ નં. ૧૦ માંથી અમે ગ્રીન ફિલ ટ્રસ્ટ ચલાવી છીએ અમે એવો સંકલ્પ કર્યો કે રાજકોટ ગ્રીન ન થાય ત્યાં સુધી વૃક્ષ વાવવાનું ચાલુ જ રાખવાનું. રાજકોટને એક સંદેશો આપવા માગુ છુ કે આજે ૪૫ જેટલું ટેમ્પરેચર છે અને ૫ જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસના દરેક વ્યકિત ઘરે જે પણ કોઈ થઈ શકે એટલા વૃક્ષો કે છોડ વાવીએ તો ગરમીનું તાપમાન ઓછુ થાય રાજકોટની ગરમીનો કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવ્યો તેમાં ત્રિકોણબાગ પાસે સૌથી વધુ તાપમાન આવ્યુ અને નીચામાં નીચું તાપમાન બાલમુકુંન્દ પ્લોટ એટલે કે વિજયભાઈ રૂપાણી વિસ્તારનું આવ્યું. અમે મહી અલગ અલગ ઔષધીના પણ વૃક્ષો અને છોડ વાવ્યા છે જેમાં મીઠા લીમડા જે હિમોગ્લોબીન અને બાળકોને પેટમાં દુ:ખનું હોય તો કામ કરે. અર્લીટેટુ, વાઈવારણો જેવા અનેક વૃક્ષો અને છોડો ઉછેરી છીએ. એટલે મા‚ એટલુ જ કેવુ છે કે વિશ્ર્વ પર્યાવરણના દિવસને જેમ બને એટલા વધુ વૃક્ષો વાવો અને ઉછેર કરો જેથી રાજકોટમાં ગરમીનું પ્રમાણ ઘટી શકે.
કોઈ પણના ઘરે વૃક્ષો વાવવા હોય તો અમારા ટ્રસ્ટ દ્વારા અમે લોકો ઘરે આવીને વૃક્ષ વાવી જઈએ છીએ અને માત્ર તમારે ઉછેર કરવાનો છે. જેથી ગ્રીનરીનું પ્રમાણ વધે અને તાપમાન ઘટે.
કેશોદના હસમુખ ડોબરીયાને પક્ષીઓ સાથે મિત્રતા
મિત્રતા તો તમે ઘણી જોઈ હશે પરંતુ કેશોદના હરસુખભાઇ ડોબરીયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહિ જોઈ હોય, આપણે જાણીને આનંદ થશે કે હરસુખભાઇ ડોબરીયા છેલ્લા ૨૦ વર્ષ થી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પડે છે અને પક્ષીઓ પણ નિયમત રીતે હરસુખભાઇ ના ઘેર પહોચી જાય છે. હરસુખભાઇ એક ખેડૂત છે અને પોતાના ઘરેજ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવાર ની ચણ નાખે છે અને અને પછી એક બે બક્ષીઓ નહિ પરંતુ ત્રણ હજાર જેટલા પક્ષીઓ આવે છે, પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે.
કેશોદના આ હરસુખભાઇ ડોબરીયા નો પરિવાર પણ પક્ષી મે છે, પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે સવારના વહેલા પાંચ વાગ્યે ઘરના સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષી ના ભોજન ની વ્યવસ્થામાં લાગી જાય છે. હરસુખભાઇ પક્ષો માટે પહેલેથીજ બાજરીના ડૂંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે, પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે, ૫૦૦ રૂપિયાની ચણ ની ખરી થી શરુ કરેલ આ અભિયાન માં આ વર્ષે એક લાખ રૂપિયા ની ચણ ની ખરીદી કોઈપણ ફંડ ફાળા વગર કરી છે. હરસુખભાઇ ના પત્ની રમાબેન કહે છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે. અને જ્યારે થી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યાર થી અમારે ખુબજ સારું છે અને ધંધા માં ખુબજ બરકત થઇ રહી છે.
જયારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઇ રહ્યાં છે ત્યારે હરસુખભાઇ પક્ષીઓને જે અનાજ ના દાણા ખવરાવે છે ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ઘાન્ય નિજ ખરીદી કરે છે અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈપણ જાતનું નુકશાન ના થાય તેની ખાસ કાળજી રહી રહ્યા છે.
વિશ્ર્વ પર્યાવરણ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પર્યાવરણ પ્રેમી અને સાથે પક્ષીપ્રેમી પ્રત્યે અનહદ લાગણી ધરાવતા કેશોદના હસસુખભાઈ ડોલરીયા જે પોતાના ઘરે બીન ઉપયોગી જમીનમાં વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરી જતન કરી રહ્યા છે અને પર્યાવરણ બચાવ અભીયાનનો સંદેશ પાઠવી રહ્યા છે.
કેશોદના સોંદરડા રોડ મુકામે ગોકુલ ગૃહલ ઉધોગ ધરાવતા હરસુખભાઈ ડોબરીયા પક્ષીઓ પ્રત્યે પણ અનોખી મિત્રતા માટે જાણીતા છે હરસુખભાઈએ તેમના ઘરે પક્ષીઓ માટે સ્યેશ્યલ ઓટોમેટીક લોખંડનું આધુનીક પક્ષીઓને બેસવા માટે વ્યવસ્થા ઉભી કરી છે જયાં હજારોની સંખ્યામાં પોપટ, ચકલા, કાબર, કબુતર સહિત પક્ષીઓ ચણવા આવે છે જે પક્ષઓ માટે હરસુખભાઈ ડોબરીયા દર વર્ષે દોઢ લાખથી વધુનો ચણ માટેનો ખર્ચ કરેે છે. પક્ષીઓ માટે અનોખી મીત્રતા ધરાવતા હરસુખભાઈ ડોબરીયાને તેમના પરીવારજનો પણ સાથ સહકાર આપી રહ્યા છે.
શૈલેન્દ્રસિંહ જાડેજા (એડવોકેટ)
પર્યાવરણ દિવસની આ વખતની મુખ્ય થીમ પોલ્યુશન પરની છે. જેમાં અંદાજે ૭૦ લાખ લોકો પ્રદુષણના કારણે મૃત્યુ પામે છે. જેને લઈને આ વખતે ખાસ હવાના પ્રદુષણ પર ફોકસ કરવામાં આવ્યું છે અને તેને કઈ રીતે નીયંત્રીત કરવું તેના વિશે ધ્યાન આપવામાં આવ્યું છે.
જો સૌથી મોટી સમસ્યા જોઈએ તો વાહનથી થતા ધુમાડા મુળ કારણભુત બને છે. જેને લઈ લોકોમાં થતાં ફેફસાનાં રોગો, હ્રદયનાં રોગો, કેન્સરના રોગોનું પ્રમાણ વધ્યુ છે. વધારે પડતો ટ્રાફિક વધારે પડતો ધુમાડો જેને લઈ સમસ્યાઓ ઉભી થાય છે. તેને અટકાવવા વિપુલ પ્રમાણમાં વૃક્ષો વાવવા જોઈએ અને વાહનનો સમજણપુર્વકનો ઉપયોગ કરવો જોઈએ. જેથી હવાથી થતાં પ્રદુષણમાં નીયંત્રણ લાવી શકાય. લોકોમાં પર્યાવરણને લઈ એટલી જાગૃતી નથી. જેટલી તંત્રની જવાબદારી છે. તેટલી જ દરેક નાગરીકની પણ પર્યાવરણની જાળવણી કરવાની જવાબદારી છે. લોકો એવું સમજે છે કે માત્ર તંત્રની જ જવાબદારી પર્યાવરણની જાળવણી કરવાની છે.
જળ જમીન અને જંગલ આ ત્રણેયની જાળવણી અને સંભાળ રાખવાની તંત્ર અને નાગરીક બંનેની સરખી જવાબદારી છે.
ડો. કે.ડી.હાપલીયા
(ગાર્ડન એન્ડ પાર્કસ ડાયરેકટર આર.એમ.સી.)
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વિવિધ પ્રકારના પ્રકલ્પો અને વિવિધ યોજનાઓ દ્વારા સમયસર પ્રોજેકટો પુર્ણ કરવામાં આવે છે. સાથોસાથ લોકોને એક સારૂ આરોગ્યપ્રદ જીવન મળે તેમજ હરવા-ફરવાનાં સારાં માધ્યમો મળે તે હેતુથી પણ કામગીરી કરવામાં આવે છે.
દિવસે તે દિવસે કથળતાં જતાં પર્યાવરણની અંદર લોકોનો ફાળો અવશ્ય બની રહે અને રાજકોટ હરીયાળું બની રહે તે તરફના પ્રયાસો હંમેશને માટે રાજકોટ મહાનગરપાલીકાના હોય છે. જેમાં અંશત: પ્રમાણમાં સહકાર લોકો દ્વારા મળે છે.
મહાનગરપાલીકા દ્વારા જે બગીચાઓ બનાવવામાં આવ્યા છે. તેમાં ટ્રીટેડ વોટર અને વહી જતું ખોટું પાણી છે. તેનો ઉપયોગ કરી અને રાજકોટનાં ૬૦ થી ૭૦ % જેવડા વિસ્તારને તે પાણીના ઉપયોગથી બગીચાઓ, રોડ સાઈડ પ્લાન્ટેશન, ડિવાઈડરર્સ વગેરેનો નીભાવ કરવામાં આવે છે.
હાલ રાજકોટમાં ૧૨૮ નાનાં-મોટા સ્થળો છે ફરવાનાં તેમજ સોસાયટીનાં વિસ્તારો, સોસાયટીના નજીકનાં વિસ્તારો,નદી કાંઠાનાં ભાગો, પ્રધ્યુમન પાર્કના વિસ્તારો, આજી ડેમ, ન્યારી ડેમ જેવા વિસ્તારોમાં પર્યાવરણની કાળજી રાખવાની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
હાલ ગત વર્ષમાં ૨ બગીચાઓ લોકોનાં ઉપયોગમાં મુકવામાં આવ્યા છે અને બિજા ૪ બગીચાઓની કામગીરી વિકાસનાં તબકકે ચાલુ છે.
શહેરમાં વધતાં જતાં વાહનનાં ભારણને ઘટાડવા આપણાં માટે શકય નથી. પરંતુ તે પ્રદુષણ પણ વાતાવરણને અસર કરે છે. કિડિયા‚ પુરવાથી તેમજ ઝાડનાં થડ પર ખીલ્લાં ઠોકવાથી ઝાડની આયુષ્ય નાશ પામે છે. અને વૃક્ષ પડી જાય છે. અને વૃક્ષના મુળમાંથી પોંચુ પડી જવાથી વૃક્ષ પડવાની શકયતા વધી જાય છે. રાજકોટને ખરા અર્થમાં હરીયાળું, રળીયામણું બનાવીએ તેમજ આવનારી પેઢીને આપણે કંઈક સારો વારસો આપીએ કે રાજકોટનું પર્યાવરણ સારૂ છે, સ્વાસ્થ્ય સારૂ છે માનસીકતા સારી છે. જયાં પ્રકૃતિ સારી ત્યાં માનસીકતા સારી. રાજકોટમાં એક લાગણીની ભાવના ફેલાય તે માટે વૃક્ષોની જાળવણી કરીએ નવા વૃક્ષો વધુમાં વધુ વાવીએ અને લોકભાગીદારીથી આ કાર્યને આગળ વધારી એક નવાં પ્રદુષણમુકત સમાજની રચના કરીએ તેવી નમ્ર અપીલ.
સુનીલ કણજારીયા સુપરવાઈઝર (આરએમસી) અબતક સાથેની ખાસ વાતચીતમાં સુનીલ કણજારીયાએ:-
વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત શહેરમાં સંસ્થાઓ, લોકો અને જન ભાગીદારી દ્વારા મહતમ વૃક્ષોરોપણ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ. રાજકોટ મહાનગરપાલીકા વૃક્ષોરોપણ માટે નિ:શુલ્ક વૃક્ષો આપે છે. તેમજ સબસીડી દ્વારા આપવામાં આવે છે. આ ધ્યાનમાં રાખી રાજકોટ શહેરીજનો મહતમ વૃક્ષો વાવી અને રાજકોટને ગ્રીન રાજકોટ બનવીએ તેવા પ્રયત્નો કરીએ.
વર્ષ દરમીયાન જયારે પણ કોઈપણ વ્યકિતને પોતાનાં ઘર પાસે, ઈન્ડસ્ટ્રી પાસે તેમજ રોડસાઈડ, વૃક્ષો વાવવાં માટે આપવામાં આવે છે. આ ઉપરાંત વૃક્ષોનાં રોપાં નર્સરીમાંથી તદ્ન ફ્રી આપવામાં આવે છે. ગાર્ડનની કાળજી માટે ૧૨૮ જેટલા ગાર્ડનને કોન્ટ્રાકટ પર આપવામાં આવેલ છે. જેનું સુપરવીઝન ઝોન વાઈઝ સુપરવાઈઝર નીમેલા છે. અને તેમના દ્વારા રેગ્યુલર તેમની ચકાસણી થાય છે તેમાં નીયમીત પાણી, નીંદામણ, કટીંગ, સફાઈ થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.
મહાનગરપાલીકા લોકો પાસેથી એટલી જ અપેક્ષા રાખે છે કે વૃક્ષોમાં જો થોડું ઘણું નડતુ હોય, પાંદડા ખરતા હોય કોય મુડિયા નીકળતા હોય જેવી મોટી બાબતો કરતાં વાતોને લઈ વૃક્ષો કાઢી નાખવાની જે ફરીયાદ થાય છે તેને બદલે આપણે થોડું જતુ કરી અને વૃક્ષોનું જતન કરીએ છીએ.
સંજય અનડા જોઇન્ટ ડાયરેકટર, જીઇઆરસી
અબતક સાથેની વિશેષ વાતચીતમાં ગુજરાત ઇલેકટ્રીસીટી બોર્ડના જોઇન્ટ ડાયરેકટર સંજય અનાડાએ જણાવ્યું કે લોકોએ પર્યાવરણની જાળવણી માટે સરકાર તરફથી આવતી વિવિધ યોજનાઓનો મહત્તમ પ્રમાણમાં લાભ લેવો જોઇએ અને લોકોને પણ જાગૃત કરવા જોઇએ કે તેઓ પણ આ યોજનાઓનો લાભ લઇ એક સુરક્ષીત અને પ્રદુષણ મુકત સમાજની રચના કરે જે આવતી પેઢીને ફાયદો આપી શકે.
મહત્તમ પ્રમાણમાં સોલાર સાથે સંકળાયેલી યોજનાઓ તેમજ સંશાધનોનો ઉપયોગ કરે હાલમાં સોલારના ર ફ્રેઝ પૂર્ણ થઇ ગયા છે. અને ત્રીજા ફ્રેઝની કામગીરી ચાલુ છે. તો આ યોજનાઓ પર લોકો ઘ્યાન કેન્દ્રીત કરી રેન્યુએબલ એનજીનો ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરે રેસીડેન્સીયલ તેમજ કોમર્શીયલમાં સોલારનો ઉપયોગ કરી પોતાના એકમો ચલાવે અને પર્યાવરણને નુકશાન થતું અટકાવે
આ ઉપરાંત લોકોએ ગર્વ અનુભવવું જોઇએ કે તેઓ કુદરતી સંશાધનોનો ઉપયોગ કરે છે. અને દરેકે અંગત એક ડેટાબેઝ તૈયાર કરવો જોઇએ કે જેમાં પોતે બચાવેલા સ્ત્રોતો અને કુદરતી એનર્જીનો કઇ રીતે ઉયપોગ કરી સમાજ તેમજ પર્યાવરણને ફાયદો કર્યો છે. અને લોકોને પણ સમજાવવું જોઇએ જેથી લોક ભાગીદારીથી આવતા દિવસોમાં એક સંગઠીત ભાગીદારીથી પર્યાવરણની જાળવણી કરી શકાય.
આવતા દિવસોમાં ઇલકેટ્રીક વાહનોની પણ યોજનાઓ બજારમાં ઉપલબ્ધ થશે જેમાં સૌએ ભાગીદાર બનવું જોઇએ. વિઘાર્થીઓને ઇ-વિહકલનો ઉપયોગ કરવા પ્રેરવા જોઇએ. જેથી વાતાવરણની જાળવણી થઇ શકે. અને આવા ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગને ઉમળાકાભેર આવકારવા જોઇએ જેથી દેશમાં થતો પેટ્રોલ-ડીઝલ નો ઉપયોગ ઓછો થાય અને તેવા ખનીજોને બદલે કુદરતી સ્ત્રોતોનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થઇ શકે. અને આવતી પેઢીને આપણે એક સુંદર રાષ્ટ્ર, એક સુંદર વાતાવરણ અને કુદરતી સ્ત્રોતોનો અખૂત ભંડારનો ઉપયોગ કરતા કરી શકીએ.
એન્ટિબાયોટિકના આડેધડ ઉપયોગથી હવે ભારતમાં ભયજનક પરિણામો દેખાઈ રહ્યાં છે
સામાન્ય શરદી માટે ગળવામાં આવતા એન્ટિબાયોટિક પણ ઘાતક અસરો માટે બને છે નિમિત્ત
વિશ્ર્વભરના સ્વાસ્થ્ય ક્ષેત્રના અત્યારે એન્ટિબાયોટિક દવાઓના પ્રતિક્રમણ પર વધતા જતા જોખમને લઈને ચિંતા ઉભી થઈ છે. જો આ જોખમ પર ધ્યાન દેવામાં કયાંક થાપ ખવાઈ જશે તો તબીબી જગત અંધકાર યુગમાં ધકેલાઈ જશે.
બ્રિટનના વડાપ્રધાન ડેવિન કેમરોને આ અંગે દુનિયાને સજાગ કરી છે જેમાં ભારતમાં એન્ટિબાયોટિક દવાઓના પ્રતિક્રમણની સ્થિતિ ભારતમાં તાજેતરમાં જ પ્રસિધ્ધ થયેલા મેડિકલ જનરલ જણાવાઈ છે.
સામાન્ય રીતે એન્ટિબાયોટિક કામ કરવાનું એવા સંજોગોમાં બંધ કરી દે છે જયારે એન્ટિબાયોટિકનું કામ બેકટેરિયાને ખતમ કરવાનું હોય છે. તેની વૃદ્ધિ રોકી દે છે પરંતુ સતત દવાઓના ઉપયોગથી બેકટેરિયાઓમાં એક પ્રકારની પ્રતિરોધની ક્ષમતા ઉભી થઈ જાય છે જે બેકટેરિયાની એક જાતિમાંથી બીજી જાતિમાં પરિવહન થઈ જાય છે. એન્ટિબાયોટિકનું આંધળો ઉપયોગ આ જોખમ વધારી દે છે. વળી આ દિશામાં હજુ સંશોધનોમાં ઘણું કરવાનું બાકી છે ત્યારે ભારતમાં એન્ટિબાયોટિકની અવળી અસરો દેખાવવા લાગી છે એક અભ્યાસમાં આઈસીએમાં જણાવાયું છે કે દર ત્રણ ભારતીયોમાંથી બેના એન્ટિબાયોટિક પ્રતિક્રમણની સમસ્યાઓ જોવા મળે છે.
વર્ષ ૨૦૦૭માં પરિક્ષણોમાં એકાદ મહિનાથી એન્ટિબાયોટિક ન લીધા હોય તેવા લોકોમાં કેટલીક સમસ્યાઓ જોવા મળી ન હતી. ૨૦૭ માંથી ૧૩૯ માં એન્ટિબાયોટિકની સામાન્ય સમસ્યાઓ ઘર કરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ડો.પલ્લવરાયે જણાવ્યું હતું કે, ચંદીગઢમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં વધુ પડતા ઉપયોગથી તંદુરસ્ત વ્યક્તિના અંતરડા અને પાચન ક્ષમતા એન્ટિબાયોટિકને પચાવીને ઘાતક થઈ ગયેલા બેકટેરિયાના કારણે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે આવા દર્દીઓને હવે એન્ટિબાયોટિક લાગુ નથી પડતી. લીવર અને પેટ વિજ્ઞાનના તજજ્ઞ ડો.એસ.કે.શરીને જણાવ્યું હતું કે, એન્ટિબાયોટિકનો વધારાનો ઉપયોગ ભવિષ્યમાં અનેક અનિવાર્ય મુશ્કેલીઓ ઊભી કરશે. સામાન્ય શરદી જેવી સમસ્યા માટે વાપરવામાં આવતી એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ માનવ શરીરમાં મોટી સમસ્યાઓ ઊભુ કરનાર બની રહ્યું છે.
આપણા શરીરમાં કોષની સંખ્યાઓ જેટલા જ બેકટેરિયાઓનો કાયમી નિવાસ હોય છે. આ બેકટેરિયા આપણા બરોરીક અને પોષણમાંથી પોષણ મેળવે છે. હવે એન્ટિબાયોટિકથી આ બેકટેરિયાઓની લાક્ષણિકતામાં મોટા ફેરફાર આવી ગયા છે.
૨૦૧૫માં એઈમ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ડો.ટીલવેલ પાંડયને સાત સ્થળોએથી નદીના પ્રારંભ શહેરના અંતિમ ભાગમાંથી પસાર થતી નદીઓના જળ નમુના, દિલ્હીમાં ૩૫ બોરવેલના નમુના અને ગાજીપુરમાંથી સેવેજ વોટરના નમુના અને યમુના નદીના વોટરના નમુનાઓના પૃથ્થકરણ કરતા આ નમુનાઓમાં મળી આવેલા બેકટેરિયાઓમાં એન્ટિબાયોટિકના કારણે ઊભી થયેલી ઘાતક પ્રતિરોધ ક્ષમતા નજરે પડી હતી.
એન્ટિબાયોટિકની આડ અસરથી ભારતમાં ત્રણ પૈકી બેને તેની આડ અસર જોવા મળી હતી. ઈન્ડિયન કાઉન્સીલ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દરેક ત્રણ તંદુરસ્ત વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓના પાંચન તંત્રથી લઈ શરીરના અન્ય ભાગોમાં એન્ટિબાયોટિકની આડઅસર જોવા મળી હતી. એન્ટિબાયોટિકના આડેધડ ઉપયોગના કારણે તંદુરસ્ત માનવ શરીરમાં એન્ટિબાયોટિકથી વટલાઈને વિકૃત બની ગયેલા બેકટેરિયાઓ ઘર કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. દવાઓનો આડેધડ ઉપયોગ અને સામાન્ય શરદી માટે કરવામાં આવતી એન્ટિબાયોટિક દવાઓ શરીરમાં ગેરફાયદાની અપેક્ષાએ દવાઓ ગળા હેઠળ ઉતારવામાં આવે છે તે ફાયદા કરતાં અનેક રીતેઆ એન્ટિબાયોટિક શરીર માટે હાનિકારક બને છે.
સરકાર દ્વારા તબીબી અભ્યાસક્રમમાં હાથ ધરેલા મહત્વપૂર્ણ સુધારાઓના અમલ માટેની તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી છે. એઈમ્સ દ્વારા નવી શિક્ષણ નીતિ અને સુધારેલી વ્યવસ્થાના ભાગ‚પે નેશનલ એજયુકેશન પોલીસી ૨૦૧૯માં તબીબી અભ્યાસક્રમમાં મહત્વના પરિવર્તનના સુજાવમાં એક મહત્વની દરખાસ્ત મુજબ એમબીબીએસના કોર્સ બાદ ડોકટરો માટે એક કે બે વર્ષના કોર્ષ તરીકે ડેન્ટિસ્ટ અને નર્સિંસના કોર્સને જોડવાની દરખાસ્ત કરવામાં આવી છે.
અન્ય એક મહત્વના બદલાવના સુજાવમાં મેડિકલ નર્સિંગ અને ડેન્ટિસ્ટ વિદ્યા શાખાના આ અભ્યાસક્રમોમાં માત્રને માત્ર વ્યવસાયિક ધોરણે શિખવવામાં આવે છે. એમબીબીએસના અભ્યાસક્રમોને પણ સાથે સામેલ કરવાનું સુચન કરવામાં આવ્યું છે. અન્ય એક સુજાવમાં તમામ એમબીબીએસ ગ્રેજયુએટ માટે એક સમાન અભ્યાસક્રમ અને એમબીબીએસની એકઝીટ એકઝામ માટે તબીબોને સરળતાથી લાયકાત મળી જાય તે માટે સુજાવ કરવામાં આવ્યા છે. સાથે સાથે ફી નિર્ધારણ માટે પણ એક જ નિયમની માંગણી કરવામાં આવી છે. એમબીબીએસના પહેલા બે વર્ષનો અભ્યાસ તમામ વિજ્ઞાનના ગ્રેજયુએટો જેવું સમાન્તાના ધોરણે એક જેવું અને એમબીબીએસમાં બીડીએસ, નર્સિંગ જેવા તબીબી ક્ષેત્રના મહત્વના કોર્ષને એમબીબીએસમાં જ સામેલ કરવાથી ભાવી તબીબોને દર્દીઓની સંભાળ અને પૂર્ણ પ્રકારની તાલિમી અનુભવ મળી રહે છે. આ નવા સુચનથી નર્સિંગ અને ડેન્ટિસ્ટ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા દઈને એમબીબીએસના બાકીના વર્ષો પુરા કરી શકે. ફી અને સ્કોલરશીપની નિતીમાં પણ પરિવર્તનની તૈયારીઓ શ‚ કરી દીધી છે. સરકાર ડોકટર બનવા માંગતા ગરીબ વિદ્યાર્થીઓને પણ બુદ્ધિ પ્રતિભાના આધારે આગળ વધે તે માટે પ્રતિબંધ છે.
બીડીએસ અને નર્સિંગ જેવા કોર્ષની સામેલગીરીથી એમબીબીએસના અભ્યાસક્રમ પૂર્ણ બનશે અને નિયમમાં છુટછાટના કારણે શૈક્ષણિક સંસ્થાઓ તબીબી વિદ્યાઅભ્યાસ સાથે મોટા પ્રમાણમાં જોડાઈ શકશે. નેશનલ એસેસમેન્ટ એક્રિટેશન કાઉન્સીલ, પ્રોફેશનલ કાઉન્સીલા, સ્વાયત એજન્સીઓ સાથે વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમોને સંબંધિત ડિગ્રી સાથે જોડવાની સરકારની પરિયોજનાથી મોટા ડિગ્રી કોર્ષમાં પુરક વધારાની કાર્યક્ષમતાનો ઉમેરો થશે. એમબીબીએસ, બીડીએસનો અભ્યાસક્રમ સામેલ કરવાની દરખાસ્તને સરકારે વિચારણામાં લીધુ છે.