ભચાઉમાં ત્રણ, દૂધઈમા બે, ભાવનગર, રાપર, તાલાલા અને ધોળાવીરામાં એક-એક આંચકો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકા આવવાનું યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના નવ આંચકા અનુભવાયા છે. ભચાઉમાં ત્રણ, દૂધઈમા બે, ભાવનગર, રાપર, તાલાલા અને ધોળાવીરામાં એક-એક આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 9:42 કલાકે કચ્છના ભચાઉથી 14 કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 6.8 કિમીની હતી. ત્યારબાદ સવારે જ 11:04 કલાકે કચ્છના ભચાઉથી 28 કિમી દૂર 1.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 6.2 કિમીની હતી. બપોરે 2:08 કલાકે ભાવનગરથી 17 કિમી દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 10.1કિમીની હતી.
રાતે 9:20 કલાકે કચ્છના રાપરથી 19 કિમી દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 21.1 કિમીની હતી. વહેલી સવારે 3:37 કલાકે કચ્છના ધોળાવીરાથી 30 કિમી દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેંદ્રબિદું સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 3.1 કિમીની હતી. વહેલી સવારે 3:46 કલાકે તાલાલાથી 12 કિમી દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું
જેની ઊંડાઈ 5.5 કિમીની હતી. સવારે 4:24 કલાકે ભચાઉથી 16 કિમી દૂર 1.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 23.8 કિમીની હતી. સવારે 4:30 કલાકે દુધઈથી 23 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેંદ્રબિદું નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઊંડાઈ 15.5 કિમીની હતી અને વહેલી સવારે 5:50 કલાકે દુધઇથી 20 કિમી દૂર 2.3ની તીવ્રતાના આંચકાનું કેંદ્રબિદું નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.જો કે નવ આંચકા જે આવ્યા તેનાથી જાનહાની કોઈ જ સમાચાર પ્રાપ્ત થયા નથી.