કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી છે. ત્યારે આજરોજ વહેલી સવારે કચ્છમાં એક બાદ એક બે ભૂકંપના આંચકા નોંધાયા છે.
મળતી માહિતી અનુસાર સવારે 4.03 વાગ્યે પ્રથમ આંચકો નોંધાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8ની નોંધાઈ હતી. ત્યાર બાદ 4.06 વાગ્યે આફ્ટર શોક આવ્યો હતો. જેની તીવ્રતા 3.5ની નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા કચ્છના અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેદ્ર બિંદુ ભચાઉથી 24 કિમી દૂર નોંધાયું હતું. વહેલી સવારે ગાઢ નિંદ્રામાં સુતા લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં કચ્છમાં દર દસ દિવસે ભૂકંપના આવા આંચકા આવ્યા છે. આવા વારંવાર ભૂકંપના આંચકાના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જો કે કચ્છ અને ભૂકંપને ખૂબ જૂનો નાતો છે. 2001માં આવેલા ભયંકર ભૂકંપે કચ્છ-ભૂજમાં અનેક ઇમારતોને ભોંયભેગી કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,