આજે રાતના 8 વાગ્યે અને 12 મિનિટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. રાજકોટમાં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘર બહાર દોડી આવ્યા હતા. આ સિવાય જામનગર, જૂનાગઢમાં પણ ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો અને બહુમાળી બિલ્ડિંગો ધ્રુજ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો છે.
ભૂકંપના આંચકો 3થી 5 સેકન્ડ અનુભવાયો હતો ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા લોકોમાં ભારે ફફળતા ફેલાયો છે વધુ માં જાણવા મળ્યા મુજબ ભૂકંપની તીવ્રતા 5,8 નોંધાઈ છે. ભૂકંપની કેન્દ્રબિંદુ રાજકોટથી 122 કીમી દૂર નોર્થ વેસ્ટ નોંધાયું.