એક માસમાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ
નવા વર્ષના પહેલા દિવસે જ સુરેન્દ્રનગરની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સવારથી બપોર સુધીમાં છ આંચકા નોંધાતા લોકોને ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ગોઝારા ભૂકંપની યાદ તાજી કરાઈ હતી.
સુરેન્દ્રનગરના સાયલા અને ચૂડા તાલુકામાં ભૂકંપના ૬ આંચકા અનુભવાયા છે જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો એટલા માટે ચિંતિત છે કારણ કે છેલ્લા ઘણાં દિવસથી નાના આંચકાઓ આવી રહ્યા હતા ત્યારે બપોરના ૧૨.૧૦થી ૧.૩૦ વાગ્યા દરમિયાન ૧.૪થી ૧.૮ની તીવ્રતાના આંચકાથી સાયલા અને ચૂડા તાલુકાઓ ધ્રુજી ઉઠ્યા હતા.
મહત્વનું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી સુરેન્દ્રનગર જીલ્લામાં હળવા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે આજે ગણતરીના કલાકો દરમિયાન ભૂકંપના પાંચ આંચકા આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. લોકો આશા સેવી રહ્યા છે કે, નાના આંચકાના પગલે આજે મોટા છ આંચકા આવવાની સાથે કદાચ કોઈ મોટો સંકેત પણ તેમાં હોઈ શકે છે.
સવારે ૯.૫૫ વાગ્યે ૧.૮, બપોરે ૧૨.૧૦ વાગ્યે ૧.૮, બપોરે ૧૨.૨૫ વાગ્યે ૧.૮, બપોરે એક વાગ્યે ૧.૫, બપોરે ૧.૦૫ વાગ્યે ૧.૬ અને બપોરે ૧.૨૯ વાગ્યે ૧.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે સવારે ૧૧.૪૬ વાગ્યે બોટાદમાં ૨.૦ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશીયાના દરિયામાં આવેલા ભૂકંપ અને સુનામી બાદ ફરી ધરતીના પેટાળમાં ગતીવીધીઓ શરૂ થઇ હોવાના કારણે ભૂકંપના આંચકા આવી રહ્યા હોવાનું પણ તજજ્ઞો માની રહ્યા છે. આ ભૂકંપનું એપિસેન્ટર મોટા કેરાળા અને સુદામડામાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એક આંચકો બોટાદમાં પણ અનુભવાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ભૂકંપનું કેન્દ્ર બિન્દુબની રહ્યો છે. ન્યુ યરની શરૂઆતમાં જ રાજ્યમાં ભૂકંપના ૭ આચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ૬ આચકા અનુભવાયા છે.
સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લોકો પણ વર્ષ ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ આવેલા વિનાશક ભૂકંપની ભૂલ્યા નથી. વર્ષ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જાન-માલની ભારે ખુવારી થઇ હતી. ઈન્ડોનેશીયાના દરિયામાં આવેલા ભૂકંપ અને સુનામી બાદ ફરી ધરતીના પેટાળમાં ગતીવીધીઓ શરૂ થઇ હોવાનું બહાર આવ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નવા વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે જ ધરા ફરી ધ્રુજી ઉઠી હતી. મંગળવારના રોજ ૧ જાન્યુઆરીએ એક જ દિવસમાં પાંચવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. જયારે તા. ૩૧ ડિસેમ્બરના રોજ પણ બે હળવા આંચકા આવ્યા હતા. જિલ્લાના સાયલા અને ચૂડા તાલુકામાં ૧.૦ થી લઇને ૧.૮ સુધીના હળવા આંચકા અનુભવાયા હતા.
છેલ્લા થોડા સમયથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચૂડા અને લીંબડી તાલુકાઓમાં આવતા ભૂકંપના હળવા આંચકાથી ઝાલાવાડના લોકો ચિંતીત થઇ ઉઠ્યા છે. વર્ષ ૨૦૦૧માં જાન્યુઆરી માસ જ આવેલા ભૂકંપમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જાન-માલની ભારે ખુવારી થઇ હતી. સાયલા તાલુકામાં તા. ૨૬ના રોજ એક જ દિવસમાં ભૂકંપના ૭ આંચકા આવ્યા બાદ ફરી તા. ૧ જાન્યુઆરીના રોજ ભૂકંપના પાંચ હળવા આંચકા આવ્યા હોવાનું ઇન્સ્ટીટયુટ ઓફ સીસ્મોલોજીકલ રીચર્સ સેન્ટરમાં નોંધાયુ છે. તા. ૩૧ ડિસેમ્બરના રોજ પણ બે હળવા આંચકા આવ્યા હતા.
આમ બે દિવસમાં સાત વાર સાયલા અને ચૂડા તાલુકાની ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તા. ૧ના રોજ સૌથી વધુ તીવ્રતાવાળા ૧.૮ના બે આંચકા સાયલાના નાથુપરા અને ચૂડાના કોરડામાં આવ્યા હતા. જયારે સાયલા તાલુકા જ મોટા સખપર ગામે ૧.૪ની તીવ્રતાનો આંચકો આવ્યો છે. ભુકંપના આંચકાએ વર્ષ ૨૦૦૧ની યાદ અપાવી હતી. કચ્છમાં આવેલા ૨૬મી જાન્યુઆરીના ભૂકંપે ભારે ખુવારી સર્જી હતી.