જામનગર, ધોળાવીર અને રાપરમાં ૧.૭ થી ૨.૧ની તીવ્રતાના આંચકા અનુભવાયા
સૌરાષ્ટ્ર-કરછ સહિત રાજ્યભરમાં ભૂકંપના આંચકાનો સીલસીલો યથાવત છે. એકબાજુ વરસાદ અને કોરોનાની મહામારી સાથોસાથ ભૂકંપ પણ દરરોજ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે જો કે આ ભૂકંપના આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે ૬:૧૪ વાગ્યે કચ્છના રાપરથી ૨૦ કીમી દૂર ૨.૧ રિકટર સ્કેલનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ મોડીરાતે જામનગરથી ૨૩ કિમી દૂર ૧.૭ રિકટર સ્કેલનો આંચકો જે સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ ૧ મિનિટ પછી જ ૩:૪૫ કલાકે કચ્છના ધોળાવીરાથી ૨૬ કીમી દૂર ૧.૮ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો.
જો કે આ ભૂકંપના આંચકા સામાન્ય હોય તેની તીવ્રતા પણ સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. સૌરાષ્ટ્રમાં એકપણ ફોલ્ટલાઇન નોંધાઇ નથી જોકે કરછમાં વારંવાર જમીનમાં કંપન થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ ચાલુ વર્ષે વધુ વરસાદ આવ્યો હોવાનું વૈજ્ઞાનિક જણાવી રહ્યા છે.