જમ્મુ- કાશ્મીર અને દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મંગળવારે ભૂકંપના આંચકા આવ્યા છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને લાહોરમાં ભૂકંપ પછી લોકો ઘરોની બહાર નીકળી આવ્યા હતા. યૂરોપિયન-મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 હતી
IMD-Earthquake: Earthquake of magnitude 6.3 on the Richter Scale hit Pakistan – India (J&K) Border region at 4:31 pm today. https://t.co/tKPY2lK3dk
— ANI (@ANI) September 24, 2019
પાકિસ્તાનમાં 5.8 રિક્ટર સ્કેલ તીવ્રતાના ભૂકંપના આચંકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના રાવલપિંડી પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના જાટલાન વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર હતું, આ જગ્યા લાહોરથી અંદાજે 173 કિમી જ દૂર હતી. ભૂકંપના આચંકા હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર હિમાચલ પ્રદેશના અલગ અલગ સ્થળે અનુભવાયા છે.