નવસારીના વાંસદામાં ૩, સુરેન્દ્રનગરમાં ૧.૯ અને કરછના રાપરમાં ૨.૨ની તીવ્રતાના આંચકા અનુભવાયા
ગુજરાતમાં આજે વહેલી સવારે કરછ, સુરેન્દ્રનગર અને નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે ત્રણેય શહેરોમાં હળવો ભૂકંપનો આંચકો આવતા કોઈ જાન માલને નુકસાન થયું ન હોતું.
મળતી માહિતી મુજબ કરછમાં વહેલી સવારે ૫:૦૯ કલાકે ૨.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ રાપરથી ૨૬ કીમી દૂર વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જ્યારે નવસારીના વાંસદા તાલુકામાં વહેલી સવારે ૩ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ નવસારીથી ૪૦ કિમી દૂર વાંસદા-ચીખલી હાઇવે પરના લાખવાડીમાં ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું અને સુરેન્દ્રનગરમાં વહેલી સવારે ૭:૨૦ કલાકે ૧.૯ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો સુરેન્દ્રનગરથી ૨૪ કિમિ દૂર સાઉથ વેસ્ટ સાઉથ ખાતે કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉપરાછાપરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલાં થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપના નવ જેટલા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ હળવા આંચકા અલગ અલગ ત્રણ જિલ્લાઓમાં અનુભવાયા હતા.