લોકડાઉનમાં ઘરમાં રહેવું કે બહાર ભાગવું?
રવિવારે સાંજે દિલ્હી તથા આસપાસનો વિસ્તારોમાં ૩.૫ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા એક તરફથી કોરોનાનો કહેર હોવાથી સરકારે દેશમાં ર૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે.
જેના પગલે લોકોએ ઘરમાં જ રહેવું પડે છે પણ ગત સાંજે ભૂકંપ આવ્યા લોકે કહે છે કે આમા અમારે ઘરે રહેવું કે બહાર નીકળ્યું.
સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા મુજબ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં રવિવારે સાંજે પ.૪૫ કલાકે ૩.૫ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
જેનું કેન્દ્ર બિંદુ દિલ્હીથી ઉત્તર પૂર્વે ૮ કી.મી. દુર વઝારાબાદ ખાતે હતું.
દિવસ ઉપરાંત નજીકના નોઇડા ગાઝીયાબાદ અને ફરીદાબાદમાં આ આંચકો અનુભવાયો હતો. દિલ્હી પાંચ સિસ્મિક અને પૈકીનાના પાંચમાં ઝોનમાં આવે છે ભૂકંપના આંચકાથી કોઇ જાનહાની કે નુકશાનના અહેવાલ નથી.