- કચ્છમાં સાંજે 4:16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
- રિક્ટલ સ્કેલ પર 2.4ની તીવ્રતા નોંધાઈ
- કેન્દ્રબિંદુ રાપરથી 24 કિમી દૂર નોંધાયું
ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે 4:16 કલાકે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર કેન્દ્રબિંદુ રાપરથી 24 કિમી દૂર નોંધાયું હતું.
ગુજરાતના કચ્છમાં નવા વર્ષની શરૂઆતમાં ફક્ત ત્રણ દિવસમાં જ બીજીવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. ત્યારે રાપરથી લગભગ 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. શુક્રવાર, 3 જાન્યુઆરીએ સાંજે 4:16 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
બે દિવસ પહેલાં પણ આવ્યો હતો ભૂકંપ
નોંધનીય છે કે, બે દિવસ પહેલાં પહેલી જાન્યુઆરીના દિવસે પણ કચ્છના અનેક વિસ્તારમાં 3.2 ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી. જેમાં કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. આ ઉપરાંત એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી.