રાજ્યમાં એકબાજુ ઠંડી બીજી બાજુ માવઠાની આગાહી વચ્ચે ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે. ત્યારે કચ્છના દુધઈ અને ભચાઉમાં ભૂકંપનો એક એક આંચકો અનુભવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે મોડી રાતે કચ્છના દુધઇથી 24 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
ત્યારબાદ રાતે 3:20 કલાકે કચ્છના ભચાઉથી 9 કિમી દૂર 1.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.