- ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત
- ખાવડામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છ ન્યૂઝ : એકબાજુ રાજ્યભરમાં ગરમી જયારે બીજીબાજુ ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે આજે બપોરે કચ્છના ખાવડામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, આજે બપોરે 1:36 કલાકે કચ્છના ખાવડાથી 30 કિમી દૂર 3.7ની તીવ્રતાના આંચકાનું કેંદ્રબિદું નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.તાજેતરમાં જ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બે જ કલાકમાં ભૂકંપના 5 આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો. જો કે આજે આવેલો કચ્છમાં ભૂકંપ સામાન્ય હોય કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
નવિનગિરિ ગોસ્વામિ