ભૂકંપ લગભગ બપોરે 12.40 વાગ્યે આવ્યો. અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી.
ઉત્તર ભારતમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા. તેની અસર જમ્મુ-કાશ્મીર, દિલ્હી-એનસીઆર, પંજાબ અને હિમાચલમાં જોવા મળી. પ્રાથમિક જાણકારી પ્રમાણે, શ્રીનગરમાં આ આંચકા 15થી 20 સેકન્ડ્સ સુધી રહ્યા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા પ્રમાણે, અફઘાનિસ્તાનના હિન્દુ કુશ વિસ્તારમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તેની અસરના પગલે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા. એવા જ આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા છે. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તેના પરિણામે બલૂચિસ્તાનના લાસબેલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.