રાપરમાં ૧.૭ અને ખાવડામાં ૧.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
રાજયભરમાં હજુ ઠંડીનો માહોલ યથાવત છે. સવારે અને મોડીરાત્રે ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે ભુકંપના આંચકાનું પ્રમાણ યથાવત રહ્યું છે ત્યારે મોડીરાત્રે કચ્છના રાપરમાં ૧.૭ની તિવ્રતાનો અને વહેલી સવારે ૫:૦૫ વાગ્યે કચ્છના ખાવડામાં ૧.૯ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના બે શહેરોમાં ભુકંપના આંચકાનો અનુભવ થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટમાંથી મળતી માહિતી મુજબ મોડીરાત્રે ૨:૦૧ વાગ્યે કચ્છના રાપરથી ૨૧ કિમી દુર ૧.૭ રીકટર સ્કેલનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જે રાપરથી વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ આજે વહેલી સવારે ૫:૦૫ વાગ્યે કચ્છના ખાવડાથી ૨૫ કિમી દુર ૧.૯ રીકટર સ્કેલનો ભુકંપ ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખાતે અનુભવાયો હતો. સતત આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જોકે ભુકંપનો આંચકો સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.