મોડી રાતે કરછની ધરા પણ ૨ વાર ધ્રુજી
એકબાજુ સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે બીજીબાજુ ભૂકંપના આંચકા પણ વધી રહ્યા છે. ગત મોડી રાતે તાલાલા પંથકમાં ચાર જ કલાકમાં પાંચ ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો ઉપરાંત કરછમાં પણ મોડી રાતે ૨ વાર ધરા ધ્રુજી હતી.
રાતે ૧૦:૩૭ વાગ્યે તાલાલામાં ૩.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૪ કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટમાં નોંધાયું હતું. ત્યારબાદ ૧૦:૩૯ વાગ્યે બીજો કંપ ૧.૩ની તીવ્રતાનો જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૪ કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ નોંધાયું હતું. ૧૦:૪૩ વાગ્યે ૨.૩ની તીવ્રતાનો ત્રીજો આંચકો જેની તીવ્રતા ૨.૩ની હતી જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૫ કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ નોંધાયું હતુ. મોડી રાતે ૧૨:૫૬ વાગ્યે ૧ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૫ કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે અને છેલ્લે ૧:૦૬ વાગ્યે ૧.૭ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૫ કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.સાથોસાથ મોડી રાતે ૧૧:૫૪ કલાકે ૧.૪ની તીવ્રતાનો ભૂકંપનું કેન્દ્રબિંદુ કરછ રાપરથી ૧૯ કિમી દૂર વેસ્ટ વેસ્ટ સાઉથ અને ત્યારબાદ ૧:૨૦ વાગ્યે ૧.૩ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈ કરછથી ૨૦ કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, તાલાલા અને કરછમાં ૪ કલાકમાં જ ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨ દિવસ કોલ્ડવેવની આગાહી
રાજ્યભરમાં ઠંડીનો દોર ફરી શરૂ થયો છે ત્યારે આગામી ૨ દિવસમાં ફરી કોલ્ડવેવની આગાહી હવામાન ખાતાએ કરી છે. સાથોસાથ ઠંડા પવનો પણ ફૂંકાશે અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે.
આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦.૩ અને મહતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને ૩ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન ૬.૩ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૭.૩ ડિગ્રી નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, આગામી ૨ દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધશે અને પવન ઉત્તર પૂર્વના ફૂંકાશે જેને લઇ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થાય તેવી શકયતા છે.