રિક્ટર સ્કેલ પર 2.4 અને 1.5ની તીવ્રતા નોંધાઈ
રાજ્યમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભૂકંપના બે આંચકાથી લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 3:45 કલાકે કચ્છના રાપરથી 17 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ આજે મોડી રાતે કચ્છના ભચાઉથી 25 કિમી દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ માસના પ્રારંભથી રાજ્યમાં 10થી વધુ આંચકા અનુભવાયા છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવતા લોકોમાં ભય ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી અને વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ પણ આવા આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી.