સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂંકપનાં આંચકા યથાવત છે ત્યારે મોડી રાતે ઉના અને કચ્છની ધરા ફરી ધ્રુજી હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે 5:55 કલાકે ઉનાથી 12 કિમી દૂર 2.2ની તીવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ રાતે 10:15 કલાકે ઉનાથી 43 કિમી દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 10:32 કલાકે રાપરથી 22 કિમી દૂર 1.4ની તીવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને મોડી રાતે 1:46 કલાકે કચ્છના દુધઈથી 2.9ની તીવ્રતાના આચકનું કેન્દ્રબિંદુ 15 કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

કચ્છના રાપરમાં અને દુધઇમાં પણ એક-એક આંચકો અનુભવાયો

વારંવાર આવતા આંચકાથી લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો હતો જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. એકબાજુ રાજ્યમાં કોરોનાનો હાહાકાર જ્યારે બીજીબાજુ અસહ્ય ગરમી અને સાથો સાથ ભૂકંપના આંચકા પણ અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલે સાંજે અને મોડી રાત્રે ઉનામાં 2 ભૂકંપના આંચકા જ્યારે કચ્છના રાપર અને દૂધઈમાં પણ 1-1 આંચકો અનુભવાતા લોકો ગભરાઈ ગયા છે. જો કે આ આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ ગત વર્ષે રાજ્યમાં 100 ટકાથી વધુ વરસાદ થયો હતો. જેને લઈ જમીનમાં પાણીનું સ્તર વધ્યું છે જેને લીધે આ સામાન્ય આંચકા અનુભવાતા રહે છે. અને આ આંચકાથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. છેલ્લા એક મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં લગભગ 40થી વધુ નાના-મોટા આંચકાનો અનુભવ થયો છે જેની તિવ્રતા 1 થી લઈ 4 સુધીની નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.