સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આચકાનું પ્રમાણ યથાવત છે. ત્યારે એકબાજુ ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે તો બીજીબાજુ ભૂકંપના આંચકા પણ સતત જોવા મળી રહ્યાં છે. ગઈકાલે કચ્છના દુધઈમાં રાત્રીના સમયે લોકો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યાનુસાર કચ્છના દૂધઈમાં રાત્રે 8:22 કલાકે દૂધઈથી 23 કિ.મી. દૂર નોર્થ-નોર્થ ઈસ્ટ ખાતે 2.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
દુધઈમાં ર.1ની તિવ્રતાનો આંચકો
દુધઇથી ર3 કિ.મી. દૂર નોર્થઇસ્ટ ખાતે કેન્દ્રબિંદુ નોંધાયું
ભૂકંપનો આંચકો સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. છેલ્લા દોઢ મહિનામાં કચ્છમાં જ ભૂકંપના કુલ 50થી વધુ આંચકા નોંધાયા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર ગત વર્ષે પણ સારૂ ચોમાસુ રહ્યું હતું.
આ વર્ષે પણ ચોમાસુ સારૂ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે જેને લઈ ભુસ્તરમાં પાણીનું પ્રમાણ વધવાથી પ્લેટોના હલન-ચલનના કારણે આવા સામાન્ય આંચકાનો કચ્છમાં લોકોને અનુભવ થતો રહેશે. આવા આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી અને આ આંચકા કોઈ નુકશાન કે જાનહાની પહોંચાડશે નહીં.