બપોરે ૧:૧૧ કલાકે ધરા ધ્રુજી: કારગીલથી ૧૧૯ કિ.મી. દૂર ઉત્તર પશ્ર્ચિમમાં કેન્દ્ર
લદ્દાખના કારગીલમાં આજે બપોરે ૧:૧૧ કલાકે ભૂકંપનો તિવ્ર આંચકાની તિવ્રતા સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ૪.૫ રીકરટર સ્કેલ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કારગીલથી ૧૧૯ કિ.મી. ઉત્તર પશ્ર્ચિમમાં હતું. આ અગાઉ ૧ જુલાઈના રોજ જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર કિશીવાડ હતું. મંગળવારે મોડીરાત્રે ૧૧:૩૨ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા ડોડા જિલ્લામાં અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર તેની તિવ્રતા ૪.૬ હતી.
ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપથી જો કે જાનમાલનું નુકસાન થયું હોવાના અહેવાલ હજુ બહાર આવ્યા નથી. એ જ દિવસે સવારે ૮:૫૬ કલાકે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તિવ્રતા ૪.૦ હતી. ૨૬ જુને હરિયાણા અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૨૬ જુને હરિયાણાના રોહતક આસપાસ ૨.૮ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો તો સાંજે લદ્દાખમાં પણ ૪.૫ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
લદ્દાખમાં ૨૬મી જુને રાત્રે ૮:૧૫ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ લદ્દાખ હતું. ભૂકંપના આંચકા જમીનમાં ૨૫ કિ.મી.ની ઉંડાઈએ અનુભવાયા હતા. લદ્દાખમાં આવેલા ભૂકંપની તિવ્રતા ૪.૫ હતી. હરિયાણાના રોહતક આસપાસના વિસ્તારમાં બપોરે ૩:૩૨ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.