કેન્દ્રબિંદુ ડેમી ૫૩ કિ.મી. દૂર નોંધાયું
નર્મદા ડેમ પર મધરાત્રે ૩ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેના કારણે ડેમ સાઈટ પરની ધરા થોડીવાર માટે ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ડેમી ૫૩ કિ.મી. દૂર નોંધાયું છે. આ આંચકાથી ડેમને કોઈપણ પ્રકારનું નુકશાન થયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ વિનાશક ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ સમયાંતરે રાજ્યમાં ભૂકંપના હળવા આંચકા સતત નોંધાઈ રહ્યાં છે.
ગત મધરાત્રે ૨:૧૫ કલાકે નર્મદા ડેમ સાઈટ પર ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તિવ્રતા રીકટર સ્કેલ પર ૩ની હોવાની નોંધાયું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ડેમી ૫૩ કિ.મી. દૂર નોંધાયું છે. આ ભૂકંપના આંચકાને ડેમ સાઈટની ધરા થોડીવાર માટે ધ્રુજી ઉઠી હતી. જો કે, આંચકો ખૂબજ સામાન્ય હોવાના કારણે કોઈ નુકશાની થવા પામી નથી.