નેશનલ ન્યુઝ
દિલ્હી – NCR, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું હતું અને હિંદુકુશ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ. આ ભૂકંપના આંચકા બપોરે 2:50 મિનિટ પર અનુભવાયા હતા. આ સિવાય જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના પીર પંચાલ વિસ્તારના દક્ષિણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, હજુ સુધી કોઈ નુકસાનીના સમાચાર મળી રહ્યા નથી.