ભૂકંપથી ઉંચી ઈમારતોને નુકશાન પહોચતા રહેવાસીઓને સલામત સ્થળોએ ખસેડયા
કેરબીયન વિસ્તારમાં મંગળવારે ભયાનક ભૂકંપના આંચકાઓથી કયુબન રાજધાની હવામાં ધણધણી ઉઠ્યું હતુ અને બિલ્ડીંગો ધણધણી ઉઠતા હજારો લોકો શેરીઓમાં દોડી આવ્યા હતા.
તીવ્ર ભૂકંપના કારણે અનેક ઉંચી બિલ્ડીંગોને મોટુ નુકશાન થતા ક્ષતિગ્રસ્ત બિલ્ડીંગોને ખાલી કરાવી નાંખી હતી.
મંગળવારે આવેલા આ ધરતીકંપથી ગોન્ટીનમાં સંતયોગા ડોકયુબા મધ્ય હવાનો મોટાભાગનો વિસ્તાર ભૂકંપથી અસરગ્રસ્ત થયું હોવાનું કયુબા ડિબેટ વેબસાઈટ ઉપર માહિતી આપવામાં આવી હતી.
ભૂકંપની આ આફતમાં જોકે પ્રાથમિક તબકકે નુકશાની કે ઈજાના કોઈ અહેવાલ મળ્યા નથી. વહિવટીતંત્રે સબસલામતની આલબેલ પોકારીને લોકોને ફરીથી તેમના ઘરોમાં જવાની સુચના આપી દીધી છે.
અમેરિકન હવામાન ખાતા ભુસ્તરશાસ્ત્રીઓએ મેળવેલી વિગતો મુજબ જર્મેયકા, લ્યુસીયાથી ૧૨૫ કિમી ઉતર પશ્ર્ચિમ અને જમીનથી ૧૦ કીમી નીચે કેન્દ્રબિન્દુ ધરાવતા ૭.૭ની તીવ્રતામાં આ ભૂકંપથી ૭.૧૦મીનીટે ધરતી ધ્રુજી ગઈ હતી..
હવાના ટાપુ વિસ્તારમાં આવેલા આ ભૂકંપના કારણે કેરેબીયન પંથકમાં પ્રશાંત મહાસાગરની સંભવિત સુનામીની દહેશત વ્યકત કરવામા આવી હતી પરંતુ આ ચેતવણી બે કલાક પછી પરત ખેંચી લેવામાં આવી હતી. કયુબા ભુસ્તર વિભાગ દ્વારા પાછળથી સબસલામત અને ટાપુ વિસ્તારમાંથી સંભવિત સુનામીની દહેશતનોભય ન હોવાનું જાહેર કર્યું હતુ.
હવાના વિસ્તારમાં વારંવાર નાનામોટા ધરતીકંપ આવતા રહે છે. ભૂતકાળમાં ધરતી કંપ અને સુનામીથી આ વિસ્તાર મોટી આફતનો સામનો કરી ચૂકયો છે. અલબત ગઈકાલે આવેલા ૭.૭ના ભૂકંપમાં જાનહાનીના અહેવાલ નથી.