અરૂણાચલ પ્રદેશ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં થોડા થોડા અંતરે ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા જેની તિવ્રતા અનુક્રમે ૫.૬, ૩.૮ અને ૪.૯ રીકટર સ્કેલ પર નોંધાઈ હતી સદ્નશીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નથી
અરૂણાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં ગઈકાલે ધરતી ધણધણી હતી. આ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ત્રણ મહાકાય ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જેમાં પહેલો ભૂકંપ બપોરે ૨:૫૨ કલાકે નોંધાયો હતો જે રીકટર સ્કેલ પ્રમાણે ૫.૬ અને તેનું મધ્યબિંદુ અરૂણાચલ પ્રદેશની કમાંગ જિલ્લાથી ૧૦ કિ.મી. દૂર નોંધાયું હતું. આ ભૂકંપના આંચકાઓ ઈટાનગર, ગુવાહાટી, આસામના થોડા ભાગોમાં સો જ નાગાલેન્ડના ડિમાપુરમાં ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો હતો.
આ જ રીતે બીજો ભૂકંપનો આંચકો ૩:૦૪ કલાકે અનુભવવામાં આવ્યો જે ૩.૮ની તિવ્રતાનો નોંધાયો તેનું મધ્યબિંદુ પણ અરૂણાચલ પ્રદેશની કમાંગ જિલ્લાની ૧૦ કિ.મી. દૂર જ નોંધાયું હતું. ત્યારબાદ ત્રીજો ભૂકંપનો આંચકો ૩:૨૧ કલાકે અનુભવાયો જે અરૂણાચલ પ્રદેશના કુરુંગકુમેય જિલ્લાથી ૯૫ કિ.મી.ના વિસ્તારમાં તેનું મધ્યબિંદુ નોંધવામાં આવ્યું. સાથે જ તેની તિવ્રતા ૪.૯ની નોંધવામાં આવી. સદ્નશીબે અરૂણાચલ પ્રદેશ સહિત અન્ય વિસ્તારોમાં આ ભૂકંપને લઈ કોઈ જાનહાની કે નુકશાનીના કોઈ સમાચાર નથી.