કચ્છની શાંત પડેલી ધરા ફરી ધ્રુજી ઉઠી છે, બપોરે ૪.૩૬ કલાકે ભૂકંપનો તીવ્ર કહી શકાય તેવો આંચકો આવતા તેની અસર મોરબી અને વાંકાનેર પંથકમાં અનુભવાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે કચ્છમાં ૪.૧ નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ભચાઉ થી સાઉથ ઇસ્ટ ૨૩ કિમિ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
૪.૩૬ કલાકે ધરા ધણધણી ઉઠતા ભૂકંપના આચકને પગલે લોકો ઘર બહાર દોડી આવ્યા હતા
આ ભૂકંપના આંચકાની તીવ્રતા ભુજથી લઈ મોરબી, માળીયા, વાંકાનેર સુધી અનુભવાઈ હોવાની વિગતો સાંપડી રહી છે.