ઈન્ડોનેશિયામાં આજે સવારે ફરી એકવાર ધરતી ધ્રૂજી ગઈ. ઈન્ડોનેશિયાની રાજધાની બાલીમાં વહેલી સવારે જોરદાર ભૂકંપ આવ્યો, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા. આ ભૂકંપની તીવ્રતા 7.0 હતી. રોયટર્સે યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)ને ટાંકીને આ માહિતી આપી હતી.
વાસ્તવમાં, EMSC એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિલોમીટર ઉત્તરમાં અને પૃથ્વીની સપાટીથી 518 કિલોમીટર (322 માઇલ) નીચે હતું. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ 7.1ની તીવ્રતા માપી છે.
ભૂકંપ ઇન્ડોનેશિયાના પશ્ચિમ નુસા તેન્ગારાના બંગસલ નજીક એપીસેન્ટરથી 525 કિમીની ઊંડાઇએ આવ્યો હતો. દરમિયાન, યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ કહ્યું કે કોઈ ખતરો નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે છત્તીસગઢના ઉત્તરી ક્ષેત્રના સુરગુજા જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરગુજા જિલ્લાના મુખ્ય મથક અંબિકાપુર શહેરની નજીક મોડી સાંજે ભૂકંપના આંચકા બે વાર અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મોડી સાંજે 8.40 કલાકે પહેલો આંચકો આવ્યો. તેનું કેન્દ્ર અંબિકાપુરથી નવ કિલોમીટર દૂર સપાટીથી લગભગ 10 કિલોમીટર નીચે હતું. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે રાત્રે 8.26 કલાકે બીજો આંચકો અનુભવાયો હતો. તેની તીવ્રતા 3.9 મેગ્નિટ્યુડ માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર અંબિકાપુર શહેરથી 10 કિમી પૂર્વમાં લગભગ 11 કિમીની ઊંડાઈએ હતું. અધિકારીઓએ જણાવ્યું કે બંને ભૂકંપ ઓછી તીવ્રતાના હતા. જેના કારણે કાચા મકાનોને નુકસાન થવાની આશંકા છે. સુરગુજા જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું કે વિભાગના અન્ય જિલ્લાઓમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.