આફ્ટરશોકની અસરથી વધુ બે આંચકા નોંધાયા, હાલ કોઈ જાનહાની નહીં
ગુરુવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 હતી. એટલું જ નહીં ચીનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. આ આંચકા એવા સમયે આવ્યા છે જ્યારે તુર્કીયે અને સીરિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે. વિગતો મુજબ અફઘાનિસ્તાનમાં આજે એટલે કે ગુરુવારે સવારે 6.07 મિનિટે ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિમી દૂર છે.તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનની સરહદ નજીક ભૂકંપની અસર જોવા મળી છે.વહેલી સવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ચીનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભૂકંપની અસર જોવા મળી છે.
ચીનના શિનજિયાંગ ક્ષેત્ર અને તાજિકિસ્તાનની સરહદ નજીક 6.8 તીવ્રતાનો તીવ્ર ભૂકંપનો આંચકો અુભવાયો હતો. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. સીરિયા અને તુર્કિએમાં આવેલા ભૂકંપની તબાહી વચ્ચે આજે સવારે ચીન અને તાજિકિસ્તાન સરહદ પર 7.3ની તીવ્રતાના ઝાટકા મહેસૂસ થયા છે.
ચીનમાં સવારે લગભગ 8.37 વાગ્યે ઝિજિયાંગમાં 7.3 તીવ્રતાનો ભૂકંપ અને પૂર્વ તાજિકિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ઝાટકો મહેસૂસ થયો.તુર્કીના એન્ટિઓકમાં સ્થાનિક સમય અનુસાર સવારે 04.42 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 હતી. તજાકિસ્તાન કે જે સેન્ટ્રલ એશિયામાં આવેલું છે ત્યાં મુખ્યત્વે કુદરતી હોનારત જેવી કે, ફ્લડ, ભૂકંપ, લેન્ડસ્લાઈડ, હિમવર્ષા જે સતત થતું હોય છે ત્યારે ભૂકંપ નોંધાયો તેમાં હાલ એક પણ જાનહાનિ સામે આવી નથી.