મંગળવારે મોડી રાતે ઉત્તર ભારતના રાજ્યો દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં ૬.૬ની તીવ્રતાનો ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો ફફડાટ જોવા મળ્યો હતો. આ તરફ ગુજરાતમાં પણ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ભૂકંપના આચંકા અનુભાવાય હતા. ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંચકા અનુભવાયા હતા. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદમાં રાણીપ, ગોતા, ચાંદખેડા,ગુરુકુળ ,ડ્રાઇવિંગ રોડ, વૈષ્ણોદેવી સર્કલ, નિકોલ, નરોડા ,વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ભૂકંપ આવતા અમદાવાદના લોકો ફટાફટ ઘરની બહાર આવી ગયા હતા. જો કે, ખૂબ ટૂંકા ગાળા સુધી જ આ ભૂકંપના આંચકા અનુભાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વિશ્વના ૯ દેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા : રિકટર સ્કેલ પર ૬.૬ની તીવ્રતા નોંધાઇ
વિશ્વના કુલ ૯ દેશોમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. જેમાં ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, કજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાઝીકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાનો સમાવેશ થાય છે. ભૂકંપના કારણે પાકિસ્તાનમાં ભારે ખાના ખરાબી સર્જાયાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ દિલ્હી અને લખનૌ સહિત દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ ૬.૬ ભૂકંપની તીવ્રતા માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાન જાણવા મળ્યુ છે. ભૂકંપના ઝટકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. લોકો ડરના કારણે પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા. ઘરમાં હાજર લોકોએ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે ઘરમાં પંખા અને લાઈટો અને ઘરવખરીનો સામાન હલવા લાગ્યો હતો. દિલ્લી, એનસીઆર, જમ્મુ કશ્મીર, પંચકુલા અને ચંડીગઢ સહિત દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભાવાયા હતા.
ભૂકંપના આંચકા સૌથી વધુ દિલ્હી એનસીઆરમાં અનુભવાયા હતા. રાત્રે ૧૦:૩૦ કલાકે ભૂકંપના ઝાટકાને લોકોએ અનુભવ્યા હતા. લોકો ભૂકંપના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર નુકસાનની કોઈ માહિતી મળી નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે. ભારતની સાથે પાકિસ્તાન, તઝાકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કંગાળ પાકિસ્તાનમાં ભૂકંપે ખાના ખરાબી સર્જી: ૧૧ લોકોના મોત, ૧૫૦ જેટલા ઇજાગ્રસ્ત
પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં મંગળવારની રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૮ હતી અને એના કારણે લોકોમાં ભારે ડર જોવા મળ્યો હતો. ભૂકંપ આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનમાં હતો. લાહોર, ઈસ્લામાબાદ, પેશાવર, ઝેલમ, શેખુપુરા, સ્વાતા નૌશેરા, મુલ્તાન, સ્વાત, શાંગલા સહિત વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૧૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભૂકંપના આંચકા એટલા ભારે હતા કે અનેક મકાનો પણ ઘ્વસ્ત થઈ ગયા હતા. ઊંચી ઊંચી બિલ્ડિંગમાં રહેતા લોકો પોતાના ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. એ પછી પણ લાંબો સમય સુધી આફ્ટરશોક અનુભવાયા હતા. પાકિસ્તાનની ઈમરજન્સી સેવાઓના એક પ્રવક્તા બિલાલ ફૈજીએ જણાવ્યું કે, ખૈબર પખ્તૂનખાં પ્રાતંમાં ૧૫૦થી વધુ લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.